સુશાંતને ભૂલી Rhea Chakraborty આ અબજોપતિના પ્રેમમાં પડી, જાણો તેની નેટવર્થ
Rhea Chakraborty : સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી Rhea Chakraborty ઘણી વાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેના નવા શોએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
અને હવે Rhea Chakraborty નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈની સડકો પર બાઈક રાઈડ કરતી જોવા મળી છે. આ દરમિયાન તેની સાથે એક વ્યક્તિ છે.
જેના વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે તે કોણ છે. જો તમને નથી ખબર, તો જણાવી દઈએ કે રિયા સાથે બાઈક ચલાવતો વ્યક્તિ ઝેરોધાના સહ-સ્થાપક અને અબજોપતિ નિખિલ કામથ છે.
નિખિલ કામથ, જે ઝેરોધાના સહ-સ્થાપક છે, વીડિયો માં રિયાના સાથે બાઇક રાઈડ કરતો જોવા મળે છે. રિયા ચક્રવર્તી બ્લેક માસ્ક પહેરીને પાપારાઝીથી બચવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી.
વીડિયોમાં, રિયા ક્રોપ ટોપ, ડેનિમ જીન્સ અને ક્રોપ્ડ ડેનિમ જેકેટમાં જોવા મળી હતી, જ્યારે નિખિલ કામથ બ્લેક શોર્ટ્સ અને બોમ્બર જેકેટમાં કેઝ્યુઅલ દેખાતા હતા.
Rhea Chakraborty નો નવો બોયફ્રેન્ડ
અગાઉ, બિઝનેસમેન નિખિલ કામથ અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર વચ્ચે રિલેશનશિપની ચર્ચા હતી. બંને 2021 થી સાથે હતા, પરંતુ પછીથી તે બંને અલગ પડી ગયા.
View this post on Instagram
વિશેષ તો એ છે કે 2020માં સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ રિયા ચક્રવર્તીને ઘણી વખત ટ્રોલ કરવામાં આવી હતી. 2020ના સપ્ટેમ્બરમાં, તેને સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે 28 દિવસ ભાયખલા જેલમાં રહી હતી. ઓક્ટોબરમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી.
કોણ છે નિખિલ કામથ?
નિખિલ કામથ Zerodhaના કો-ફાઉન્ડર છે અને તેઓ રિયા ચક્રવર્તી સાથે કથિત સંબંધમાં છે. 37 વર્ષના નિખિલ કામથ $3.1 બિલિયન નેટવર્થ સાથે ભારતના સૌથી યુવા અબજોપતિઓમાંનું એક નામ છે. Zerodha, 10 મિલિયન વપરાશકર્તાઓ સાથે, ભારતીય બ્રોકરેજ માર્કેટમાં ક્રાંતિ લાવી છે.
ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2024 મુજબ, નિખિલ કામથ 3.1 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ટોચના યુવા અબજોપતિઓમાં સ્થાન ધરાવે છે.
વધુ વાંચો: