Saif Ali Khan પર કોણે છરીથી હુ*મલો કર્યો? ત્યારે પત્ની કરીના ક્યાં હતી?
Saif Ali Khan : ગુરુવારે સવારે બૉલીવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ દરમિયાન ચોરે સૈફ પર છરીથી હુમલો કર્યો.
આ ઘટના સવારે 4:30 વાગ્યે બાંદ્રામાં સ્થિત સૈફના ઘરમાં બની. એક્ટરને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તાત્કાલિક સર્જરી કરાઈ હતી. હવે ડોકટરો અનુસાર તેઓ ખતરામાંથી બહાર છે.
ઘટનાના વિગતો મુજબ, ચોરે પહેલે નોકરાણી પર હુમલો કર્યો હતો, જેના કારણે તે ચીસો પાડી હતી. નોકરાણીની આ ચીસ સાંભળી Saif Ali Khan તરત જ તેની મદદ માટે દોડ્યો. નોકરાણીને બચાવવાના પ્રયત્ન દરમિયાન, સૈફ અને ચોર વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં ચોરે છરી વડે સૈફ પર ત્રણથી ચાર વાર હુમલો કર્યો. આ દરમિયાન, સૈફના હાથ અને શરીરના કેટલાક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સૈફ અલી ખાન ના ઘરમાં ચોરીનો પ્રયાસ કરવા માટે ઘૂસેલો વ્યક્તિ ઘરમાં રહેતા લોકોને ઝગાડીને છરી સાથે હુમલાખોરી પર ઉતરી ગયો. ચોરે નોકરાણીને પકડવાનો પ્રયાસ કર્યો, પણ અવાજ સાંભળી સૈફ સમયસર પહોંચી ગયો. ઝપાઝપીમાં ચોરે સૈફને ઘાયલ કરી દીધો અને ઘરમાંથી ભાગી ગયો.
સુરક્ષાના પ્રશ્નો
સૈફ અલી ખાન જ્યાં રહે છે તે વિસ્તાર ખૂબજ ઉચ્ચ સુરક્ષા ધરાવતો છે. તે ઉપરાંત સોસાયટીમાં ઘણા જાણીતા બૉલીવૂડ સ્ટાર્સ રહે છે. જોકે, આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર સવાલ ઊભા કર્યા છે. ચોર કેવી રીતે આ સુરક્ષા ઘેરો તોડીને ઘરમાં પ્રવેશી ગયો? શું તેને અંદર આવવા માટે કોઈ આંતરિક મદદ મળી હતી?
પોલીસની કાર્યવાહી
બાંદ્રા ડિવિઝનના ડીસીપી મુજબ, ચોર સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હાલમાં પોલીસ સોસાયટીની અંદર અને આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. નોકરાણી અને સુરક્ષા ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૈફનો હાલ
સૈફ અલી ખાનને ઈજાઓ થઈ છે, પરંતુ તેઓ હવે ખતરામાંથી બહાર છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની તાત્કાલિક સર્જરી થઈ છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
આ ઘટના બૉલીવૂડ સેલિબ્રિટીઝ માટે એક ચેતવણીરૂપ બની છે અને સુરક્ષા માટે વધુ સજાગ રહેવાની જરૂરિયાત છે. હાલમાં પોલીસ આ હાઈ પ્રોફાઇલ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે.