Saif Ali Khan બન્યો વરરાજો, ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો ચાર છોકરાનો બાપ?
Saif Ali Khan : સૈફ અલી ખાન એક ફેમસ બોલિવૂડ અભિનેતા છે, જેણે ઘણી સારી અને દમદાર ફિલ્મો બનાવીને પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેઓ શર્મિલા ટાગોરના પુત્ર અને પટૌડી પરિવારના 10માં નવાબ છે. પરંતુ, હાલમાં જ Saif Ali Khan ના પ્રોફેશનલ અને ફેમિલી લાઈફનો બહુચર્ચિત વીડિયો સામે આવ્યો છે, જેમાં સેફ અલી ખાનનો રોયલ લુક જોવા મળી રહ્યો છે.
Saif Ali Khan બન્યો વરરાજો
સૈફ અલી ખાન ગઈ કાલે વરરાજાના કપડાંમાં નજર આવ્યો. સૈફનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બધી જ જગ્યા એ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સૈફ અલી ખાન એ ક્રીમ રંગની શેરવાની પહેરી હતી અને માથા પર લાલ કલરનો સાફો બાંધ્યો હતો. પાઘડીમાં સફેદ પીછા પણ છે.
સૈફ અલી ખાનનો આ લુક કોઈ રાજાથી ઓછો નહોતો લાગતો. આ રોયલ લૂકમાં સૈફ ખૂબ જ સારો લાગી રહ્યો હતો. લોકોએ સૈફ અલી ખાનના લૂકના ખૂબ વખાણ કર્યા. સૈફ વરરાજાની જેમ ઘોડા ગાડીમાં મુંબઈની સડકો પર ફરતો જોવા મળે હતો.
વીડિયોમાં પેપરાજી સૈફ અલી ખાનને પૂછતા પણ જોવા મળે છે કે, સર, તમે ક્યાં જઈ રહ્યા છો? પરંતુ સૈફ પેપરાજી સામે હસતાં હસતાં કાંઈ પણ જવાબ આપ્યા વિના ત્યાંથી જતા રહે છે. સૈફ અલી ખાનનો આ વીડિયો એક ફિલ્મ શૂટનો હિસ્સો છે, કે કોઈ જાહેરાત એ હજી સુધી સામે આવ્યું નથી.
“છોટે નવાબ” સૈફ અલી ખાને “હમ સાથ સાથ હૈ”, “કલ હો ના હો”, “રેસ”, “ગો ગોવા ગોન” અને “હમ તુમ” જેવી મોટી ફિલ્મોમાં કામ કરનાર સૈફ અલી ખાન ખુબ જ શાહી જીવન જીવે છે.
આ મોટી મોટી ફિલ્મોમાં કામ કરીને સૈફએ બોલીવડમાં મોટું નામ કમાયું છે. તેઓ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને પટૌડી પરિવારના દસમા નવાબ છે. બી ટાઉનના આ હેન્ડસમ એક્ટરનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે, જેણે ફેન્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.
રોયલ લુકમાં જોરદાર લાગ્યો સૈફ
સૈફ અલી ખાનનો વીડિયો પેપરાજી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આમાં સૈફ લગ્નના આઉટફિટમાં પહેરેલા છે. અને વરરાજો પહેરે એવી શેરવાનીના લુકમાં જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
Saif Ali Khan નું વર્ક ફ્રન્ટ
સૈફ અલી ખાન છેલ્લે ‘આદિપુરુષ’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે રાવણનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ રાવણનું આ પાત્ર લોકોને બિલકુલ પસંદ આવ્યું નહોતું. અભિનેતાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે હવે દેવરામાં જોવા મળશે. સાઉથની આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.
સૈફ અલી ખાનની નેટવર્થ
સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10માં નવાબ છે. સૈફ અલી ખાનની કુલ સંપત્તિ 15 કરોડ ડોલર એટલે કે અંદાજે 1,120 કરોડ રૂપિયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સૈફની સંપત્તિમાં 70%નો વધારો થયો છે. હિન્દી સિનેમાનો શ્રેષ્ઠ માનવામાં આવતો અભિનેતા સૈફ અલી ખાન ફિલ્મોમાંથી વધારે કમાણી કરે છે.
આ ઉપરાંત, તે રોકાણ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દર મહિને કરોડો રૂપિયાની કમાણી કરે છે. સૈફ અલી ખાન દર મહિને 3 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તે દર વર્ષે 30 કરોડ રૂપિયાથી વધુ કમાય છે. બોલિવૂડના બધા અભિનેતાઓમાં સૈફ અલી ખાન સૌથી વધુ ટેક્સ ચૂકવે છે.
સૈફ અલી ખાનનો આલીશાન પટૌડી પેલેસ
સૈફ અલી ખાનનો પૌરાણીક મહેલ હરિયાણાના પટૌડીમાં છે. એવું માનવામાં આવે છે કે આ સુંદર મહેલની કિંમત 800 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ મહેલમાં તમે રાજાશાહીની દરેક તસવીર જોઈ શકો છો. સૈફ અલી ખાન મુંબઈમાં મહેલમાં નહીં પરંતુ એક સુંદર એપાર્ટમેન્ટમાં રહે છે.
સૈફ કરીના અને તેના બાળકો જેહ અને તૈમુર સાથે ટર્નર રોડ પર મુંબઈમાં ગ્રાન્ડ રેસિડેન્સી હોટલ પાસેના આ સુંદર એપાર્ટમેન્ટમાં રહે છે. સૈફ અલી ખાનની પ્રોપર્ટી પણ દેશના દસ સૌથી ભૂતિયા સ્થળોમાં સામેલ છે. તેની પાસે બાંદ્રામાં કરોડોનો સામાન છે. કરીનાના લગ્ન પહેલા સૈફ ત્યાં રહેતો હતો. સૈફના બે બંગલા પણ ઑસ્ટ્રિયન આર્કિટેક્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યા છે.