Saif Ali Khan છે ત્રીજી બેગમ લાવવાની તૈયારીમાં, કરીના સાથે તલાકની અટકળો!
Saif Ali Khan : બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ્સમાં ગણાતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ઘણીવાર સાથે જોવા મળે છે અને તેમની વચ્ચેનો પ્રેમ પણ સ્પષ્ટ દેખાય છે. તાજેતરમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જેમાં બંને પોતાની બિલ્ડિંગની નીચે લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા. જો કે, આ વીડિયોને કારણે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ટ્રોલ થયા છે. આ દરમિયાન કંઈક એવું બન્યું છે કે સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે.
એક્ટર સૈફ અલી ખાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને કારણે સૈફ અલી ખાનના તેની પત્ની કરીના કપૂર ખાનથી છૂટાછેડા વિશે અટકળો શરૂ થઈ છે. સૈફ અલી ખાન તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને કેમેરામાં કેદ થયો હતો.
સૈફ અલી ખાનની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના હાથ પરના ટેટૂ પર ધ્યાન આપ્યું હતું. સૈફ અલી ખાનના હાથ પર પહેલા તેની પત્ની કરીનાનું નામ લખેલું હતું, પરંતુ હવે ત્યાં તેણે બીજું ટેટૂ બનાવ્યું છે.
સૈફે બેબોના નામનું ટેટૂ હટાવ્યું તે જોઈને કેટલાક ચાહકોને આશ્ચર્ય થયું છે. બદલાયેલું ટેટૂ જોયા પછી લોકોએ એવી અટકળો લગાવવાનું શરૂ કર્યું છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.
લોકોએ વિવિધ કમેન્ટ્સ કરવા માંડી છે. એક યુઝરે કમેન્ટ કરી હતી, “સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.”
તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું, “બીજા લગ્નની તૈયારીઓ.” કેટલાક લોકોએ તો એવું પણ લખ્યું કે, “સૈફ ત્રીજી બેગમ લાવવાની તૈયારી કરી રહ્યો છે.”
કેટલાક નેટિઝન્સે એમ પણ લખ્યું કે, “હાલમાં તો ટેટૂ બદલ્યું છે, થોડા દિવસ રાહ જુઓ, તેની પત્ની પણ બદલાઈ જશે.” એક યુઝરે કમેન્ટ કરી હતી, “સૈફ હેટ્રિક મારવાની તૈયારી કરી રહ્યો છે.” આ રીતે ચાહકો બંનેને સતત ટ્રોલ કરી રહ્યા છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂરે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ કપલને બે પુત્રો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન છે. કરીના પહેલા, સૈફે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરી સારા અલી ખાન અને એક પુત્ર ઈબ્રાહિમ અલી ખાન છે. સૈફ અને અમૃતા સિંહના છૂટાછેડા થઈ ગયા છે.
સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળ્યો હતો, જેમાં અભિનેતાએ રાવણનું પાત્ર ભજવ્યું હતું. હવે તે તેની આગામી ફિલ્મ ‘દેવરા’માં જોવા મળશે, જેમાં જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે.
આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. કરીના કપૂરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ક્રૂ’માં જોવા મળી હતી.