Salman Khan એ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ‘મારા લગ્ન થઈ ગયા અને બાળક પણ..’
Salman Khan : બોલીવુડના ભાઈજાન સલમાન ખાન હંમેશા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેમના ફેન્સના મનમાં હંમેશા એક જ પ્રશ્ન હોય છે કે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે. થોડા સમય પહેલા એક ઇવેન્ટ દરમિયાન સલમાને આ સવાલનો જવાબ આપ્યો હતો.
Salman Khan ને પૂછ્યો લગ્ન અંગે સવાલ
હકીકતમાં, થોડા વર્ષો પહેલા શાહરૂખ ખાન એક ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યો હતો. આ ઇવેન્ટ દરમિયાન તેણે પોતાના ખાસ મિત્ર સલમાન ખાનને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરી રહ્યો છે?
આવો સવાલ સામે આવતા સલમાન ખાન ચૂપ રહી શકે તે કેવી રીતે? તેના લગ્નના સવાલનો એવો જવાબ આપ્યો કે તે સાંભળીને શાહરૂખ પણ ચકિત થઈ ગયો.
લગ્ન અંગેના સવાલનો જવાબ આપતાં સલમાન ખાને કહ્યું, ‘મારા લગ્ન થઈ ગયા છે,’ આ સાંભળીને શાહરૂખને મોટો ઝટકો લાગ્યો. ખાતરી કરવા માટે શાહરૂખે ફરીથી પુછ્યું, ‘શું? તમે ખરેખર પરણ્યા છો?’
સલમાને જવાબ આપ્યો, ‘જે લોકો મને હેરાન કરે છે અને મારા લગ્નના પ્લાન વિશે પૂછે છે, તેમને માટે હું આ જ જૂઠાણું બોલું છું 18મી નવેમ્બર, 18મી નવેમ્બર.’
સલમાને લગ્ન ક્યારે કર્યા?
ત્યાર બાદ શાહરૂખે પુછ્યું કે સલમાને લગ્ન ક્યારે કર્યા? આના જવાબમાં સલમાને મજાકમાં કહ્યું, ‘સપનામાં.’ શાહરૂખે પૂછ્યું, ‘સપનામાં કોની સાથે?’
તો સલમાને હસતા હસતા કહ્યું, ‘જ્યારે પણ હું મારા સપનામાં તે છોકરીને જોવા જઈ રહ્યો છું, ત્યારે જ હું જાગી જાઉં છું, એટલે મેં ક્યારેય તેને જોઈ નથી.’ સલમાન ખાનની આ વાત સાંભળીને તમામ સ્ટાર્સ હસવા લાગ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સલમાન ખાન હંમેશા પોતાના અફેરને લઈને ચર્ચામાં રહે છે. અભિનેતા સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, પરંતુ અંતે તેમનો સંબંધ તૂટી ગયો. ત્યારબાદ, સલમાનના જીવનમાં ઐશ્વર્યા રાયની એન્ટ્રી થઈ.
બંનેએ લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, પરંતુ આ સંબંધ પણ તૂટી ગયો અને પછી ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. હાલમાં, સલમાન ખાન સિંગલ છે અને તે હજુ સુધી લગ્ન કર્યા નથી.