Salman Khan ને લગ્ન માટે કેવી છોકરી જોઈએ છે? જાણો..
Salman Khan : બોલિવૂડના સુપરસ્ટાર, તેમના અંગત જીવન અને ખાસ કરીને તેમના લગ્ન અંગે ચાહકોમાં હંમેશા રસ જાગ્રત રહે છે. તેમના પિતા, સલીમ ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સલમાન એક સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે.
પરંતુ આજકાલ કોઈ પણ કામ કરતી મહિલા ઘરે બેસવા તૈયાર નથી. તેમણે ઉમેર્યું કે સલમાનની વિચારસરણી થોડી અલગ છે, અને તે પોતાની જીવનસાથીમાં તેની માતાની છબી શોધે છે, જે શક્ય નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મમાં સલમાન સાથે રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થવાની છે, અને ચાહકો તેમાં સલમાન અને રશ્મિકાની જોડી જોવા માટે ઉત્સુક છે.
આ અભિનેત્રી સાથે ચર્ચાયું હતું નામ
‘સિકંદર માં રશ્મિકા મંદાના સાથે સલમાન ખાનની જોડી ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવી રહી છે. ફિલ્મના ટીઝરમાં સલમાનના એક્શન સીન અને રશ્મિકાની ઉપસ્થિતિ દર્શકોને આકર્ષિત કરી રહી છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે અને દિગ્દર્શન એ. આર. મુરુગાદોસે કર્યું છે.
સલમાન ખાનના ચાહકો તેમની અંગત અને વ્યાવસાયિક બંને જીવનની અપડેટ્સ માટે હંમેશા ઉત્સુક રહે છે, અને ‘સિકંદર’ની રિલીઝ માટે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
લગ્ન સુધી ન પહોંચવાનું મુખ્ય કારણ
વાતચીતમાં આગળ જતાં સલીમ ખાને કહ્યું, “જ્યારે સલમાન કોઈ એક્ટ્રેસ સાથે સંબંધ બાંધે છે, ત્યારે તે તેનામાં તેની માતાના ગુણો શોધવાનો પ્રયાસ કરે છે.” સલીમ ખાને કહ્યું કે, સલમાન માટે કરિયર-ઓરિએન્ટેડ છોકરી તેની મહત્વાકાંક્ષાઓ છોડીને માત્ર ઘરનાં કામો કરે તેવી અપેક્ષા રાખવી ખોટું છે. સલીમ ખાને કહ્યું કે કોઈ તેને શા માટે વંચિત રાખે કે હું તેની સાથે લગ્ન કરીશ અને તેને ઘરે સેટલ કરીશ? તેથી જ તેની વાત લગ્ન સુધી પહોંચતી નથી.
સલમાન બદલવાનો કરે છે પ્રયાસ
સલીમ ખાને વધુ એક મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે, “જ્યારે પ્રતિબદ્ધતા થાય છે, ત્યારે તે તેને બદલવાની કોશિશ કરે છે, તે તેની માતાને તેનામાં શોધે છે. તે શક્ય નથી.” સલીમે કહ્યું હતું કે કામ કરતી એક્ટ્રેસ બાળકોને શાળાએ લઈ જવા, તેમના હોમવર્કમાં મદદ કરવા અથવા તેમના લંચ બનાવવા જેવા રોજિંદા કાર્યો કરી શકતી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન ટૂંક સમયમાં રશ્મિકા મંદાના સાથે સિકંદરમાં જોવા મળશે.