Salman Khan ની એક્સ ભાભીને 24 વર્ષ જૂનો પ્રેમ ફરી પાછો મળ્યો
Salman Khan : સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને સીમા સજદેહે અંતે છૂટાછેડા લઈ લીધા છે. 24 વર્ષના લાંબા લગ્નજીવન પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
સોહેલ અને સીમાના પ્રેમલગ્ન 1998માં ભાગીને કર્યા હતા, પરંતુ થોડા વર્ષો બાદ તેમના સંબંધોમાં તણાવ ઉદ્ભવ્યો અને 2022માં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. જો કે, તે પહેલા 5 વર્ષથી અલગ રહેતા હતા.
સીમા ફેમસ શો ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’માં જોવા મળી હતી, જ્યાં પહેલા જ એપિસોડમાં તેણે તેના અંગત જીવન વિશે ખુલાસો કર્યો હતો. સીમાએ જણાવ્યું હતું કે છૂટાછેડા પહેલા તેઓ પાંચ વર્ષથી અલગ રહેતા હતા.
તે કહે છે, “મારો મોટો દીકરો તે સમયે એવી ઉંમરનો હતો કે તે ઈચ્છતો ન હતો કે અમે અલગ થઈએ. પરંતુ પછી મારે લગ્ન અને મારા દીકરા વચ્ચે પસંદગી કરવાની આવી હતી, અને મેં મારા પુત્રને પસંદ કર્યો.”
છૂટાછેડા પછી, સીમા જીવનમાં આગળ વધી રહી છે. મહિપ કપૂરે ખુલાસો કર્યો કે સીમાએ નવું ઘર લઈ લીધું છે અને હવે તે બોબી દેઓલના સાળા, વિક્રમ આહુજાને ડેટ કરી રહી છે.
આટલું જ નહીં, સીમાએ પોતાના નજીકના મિત્રો સાથે વિક્રમનો પરિચય પણ કરાવ્યો છે. એવું પણ કહેવાય છે કે, સોહેલને મળતા પહેલા સીમાએ વિક્રમ સાથે સગાઈ કરી લીધી હતી.
સોહેલ ખાન અને સીમા સજદેહનો સંબંધ લગભગ 24 વર્ષ સુધી ચાલ્યો. બંનેએ 1998માં પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે, સીમાએ સોહેલ સાથે લગ્ન કરવા માટે તેના પરિવારને છોડીને ઘરેથી ભાગવાનો નિર્ણય લીધો હતો. લગ્ન પછી, તેઓ બે પુત્રોના માતા-પિતા બન્યા, નિર્વાણ અને યોહાન ખાન.
સોહેલ અને સીમા એકબીજાના પ્રેમમાં પડ્યા અને ત્યારબાદ તેમણે સંબંધને આગળ લઈ જવા માટે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જે સમયે તેમણે લગ્ન કર્યા, તે બંને યુવાન હતા. જો કે, 2022માં, બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. આ પહેલા, બંને એક વર્ષથી અલગ રહેતા હતા. સીમાની ઉંમર હાલમાં 44 વર્ષ હોવાનું માનવામાં આવે છે.
વધુ વાંચો: