Amitabh Bachchan ને સમય રૈના એ પુછ્યો રેખાનો પ્રશ્ન? જાણો સત્ય
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન અને સમય રૈનાનો મજેદાર મોમેન્ટ કે ફેક ક્લિપ?સોશિયલ મીડિયા પર દરરોજ નવા-નવા વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં એક એવો જ વીડિયો ચર્ચામાં છે, જે કૌન બનેગા કરોડપતિ 16 (KBC 16) સાથે સંકળાયેલો છે.
આ વાયરલ વીડિયોમાં અમિતાભ બચ્ચન અને ઇન્ફ્લુએન્સર સમય રૈના સાથેની મજાક જોઈ શકાય છે. પરંતુ શું આ ક્લિપ સાચી છે કે ફેક? ચાલો જાણીએ.
વિડિયોમાં શું છે?
KBC 16 ના એક એપિસોડમાં સમય રૈના, ભુવન બામ, તન્મય ભટ્ટ અને અન્ય ઇન્ફ્લુએન્સર મહેમાન તરીકે આવ્યા હતા.
એક વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે સમય રૈના હોટસીટ પર બેસી છે અને Amitabh Bachchan ને એક મજેદાર પ્રશ્ન પૂછે છે:
“તમારામાં અને સર્કલમાં શું કોમન છે?”
જ્યારે અમિતાભ બચ્ચન કન્ફ્યુઝ થાય છે, ત્યારે સમય રૈના જવાબ આપે છે:
“તમારા બંને પાસે રેખા નથી!”
આ સાંભળીને બીગ બી જોર જોરથી હસવા લાગે છે.
હકીકત શું છે?
જો તમને લાગે છે કે આ વીડિયો સાચો છે, તો તમે જરા રોકાઈ જજો!
આ ક્લિપ મૂળે એડિટેડ છે અને વાસ્તવિક શોમાં આ પ્રકારની કોઈ મજાક થઈ ન હતી.
અમિતાભ બચ્ચનના જુના ક્લિપ્સ અને તાજેતરના એપિસોડની કેટલીક ફૂટેજને મિક્સ કરીને આ ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે.
હકીકત એટલી છે કે સમય રૈનાએ KBC 16 પર જોરદાર મજાક અને ધમાલ કરી હતી, પણ રેખા સંબંધિત કોઈ જોક કરાયો ન હતો.
આ વીડિયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે અને તેને હકીકત માનવી નહીં!
વધુ વાંચો: