બીજી વાર માં બની Sana Khan, 1 વર્ષ પહેલા જ થયો હતો દીકરાનો જન્મ
Sana Khan : સના ખાન અને તેના પતિ અનસ સૈયદ બીજી વખત માતા-પિતા બન્યા છે. સનાએ સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ શેર કર્યો હતો.
આ વીડિયોમાં બ્લુ થીમ પર લખવામાં આવ્યું છે કે તેમના ઘરે 5 જાન્યુઆરીએ પુત્રનો જન્મ થયો છે. હવે સના બે પુત્રોની માતા બની છે. Sana Khan એ આ પોસ્ટની સાથે એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે.
સના ખાન એ તેના કેપ્શનમાં લખ્યું, “અલ્લાહ તાલાએ નસીબમાં બધું લખ્યું છે. અલ્લાહ જ્યારે સમય આવે છે ત્યારે આપે છે અને જ્યારે આપે છે, તે ખુશીઓથી બેગ ભરી દે છે.”
View this post on Instagram
સના ખાને 21 નવેમ્બર 2020ના રોજ મુફ્તી અનસ સાથે લગ્ન કર્યા હતા. તેમના પહેલા પુત્રનો જન્મ 5 જુલાઈ 2023ના રોજ થયો હતો.
સના ‘નવા જીવનમાં’ ખુશ છે
સના ખાન ‘બિગ બોસ 6’ની સ્પર્ધક રહી ચૂકી છે. તેણે ‘જય હો’, ‘વજહ તુમ હો’ અને ‘હલ્લા બોલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સનાએ ઓક્ટોબર 2020માં ગ્લેમર ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી.
આ પછી તરત જ તેમના લગ્નના સમાચાર સામે આવ્યા. સનાએ ઘણા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે હવે તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે. તેણીએ એમ પણ કહ્યું કે પહેલા તે ભટકી ગઈ હતી, પરંતુ હવે તેનું જીવન સાચા માર્ગ પર છે.