google-site-verification: googlec8654436f05b508b.html

ટૂંકા કપડાં છોડી Sana Khan ચડી ગઈ ધાર્મિક રસ્તે, એક સમયે હોટ સીન..

ટૂંકા કપડાં છોડી Sana Khan ચડી ગઈ ધાર્મિક રસ્તે, એક સમયે હોટ સીન..

Sana Khan : આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ સના ખાન છે. 36 વર્ષની સના ખાનનો જન્મ મુંબઈના ધારાવી વિસ્તારમાં થયો હતો. તેણે માત્ર પ્રસિદ્ધિ જ નહીં મેળવી, પરંતુ ઘણા વિવાદોનો સામનો પણ કર્યો. Sana Khan પોતાના કરિયર દરમિયાન ઘણી વાર વિવાદોમાં ઘેરાઇ છે.

સનાએ 2005માં બોલિવૂડમાં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત લો બજેટ ફિલ્મ ‘યે હૈ હાઈ સોસાયટી’થી કરી હતી. 2006માં તે તમિલ ફિલ્મ ‘E’થી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી. ત્યાર બાદ તે અનેક જાહેરાતોમાં દેખાવા લાગી.

સના ખાન એ લગભગ 50 જેટલી જાહેરાતોમાં કામ કર્યું છે, પરંતુ એક પુરુષોના આંતરિક વસ્ત્રોની જાહેરાતને કારણે તેને ભારે વિવાદોનો સામનો કરવો પડ્યો. આ જાહેરાતમાં સના ખાન નો પરફોર્મન્સ એવી રીતે રજૂ થયો હતો કે સરકારને આ જાહેરાત પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

Sana Khan
Sana Khan

સના ખાન એ 2007માં ફિલ્મ ‘જર્ની બોમ્બે ટુ ગોવા’માં લાવણી નૃત્ય સાથે સ્પેશિયલ આઈટમ નંબર કર્યું અને ત્યારબાદ ‘ગોલ’ ફિલ્મમાં આઈટમ સૉંગ ‘બિલ્લો રાની’ દ્વારા વધુ મોકો મેળવ્યો. તે ‘હલ્લા બોલ’, ‘વજહ તુમ હો’, અને ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી. સાઉથની તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ તેણે પોતાનું સ્થાન બનાવ્યું.

ફિલ્મોથી અલગ સનાએ ટેલિવિઝન પર પણ પદાર્પણ કર્યું. 2012માં તે સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ સિઝન 6’નો ભાગ બની અને સેકન્ડ રનર-અપ રહી. આ શો સનાને મોટી લોકપ્રિયતા અપાવી.

Sana Khan ના હોટ સીન

‘ઝલક દિખલાજા’, ‘ખતરોં કે ખિલાડી’ જેવા શોમાં પણ તેણે ભાગ લીધો. સાથે જ વેબ સિરીઝ ‘ઝિંદાબાદ’ અને ‘સ્પેશિયલ ઑપ્સ’માં સોનિયાના રોલમાં જોવા મળી.

Sana Khan
Sana Khan

2015માં સના વિવાદોમાં આવી ગઈ હતી જ્યારે તે પર 15 વર્ષની એક છોકરીના અપહરણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. છોકરીએ સનાના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો.

અને તેના પછી તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત બહાર આવી. આ ઉપરાંત સના પર તેના પૂર્વ બોયફ્રેન્ડ ઈસ્માઈલ ખાન સાથે મળીને એક મીડિયા કન્સલ્ટન્ટને ધમકી આપવાનો અને હેરાન કરવાનો આરોપ પણ છે, જેના કારણે તેની ધરપકડ થઈ હતી.

Sana Khan
Sana Khan

2020માં, સનાએ સુરતના બિઝનેસમેન અનસ સૈયદ સાથે લગ્ન કર્યા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. સનાએ કહ્યું કે તેને રાત્રે ડરામણા સપના આવવા લાગ્યા હતા, જેમાં તે સળગતી કબરમાં હોવાની અનુભૂતિ થતી હતી. તે આ સંકેતને ભગવાનની નિશાની માનીને તેણે ફિલ્મ જગત છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો.

લગ્ન પછી, સના હવે એક પુત્રની માતા છે અને ધર્મિક ગુરુ તરીકે લોકોની વચ્ચે પોઝ આપે છે, અને સોશિયલ મીડિયામાં પણ ધાર્મિક જીવનશૈલી અપનાવતા જોવા મળે છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *