Sara Ali Khan બનશે વીર પહાડિયાની પત્ની, પોતે જ આપી ખુશખબરી
Sara Ali Khan : સારા અલી ખાન તેની ફિલ્મો સાથે-સાથે તેના લવ અફેયર્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સારા જ્યાં ક્યાંક દેખાય છે, ત્યાં તેનો સંબંધ તેના કો-એક્ટર અથવા કોઈ ખાસ મિત્ર સાથે જોડાય છે.
તેની ફિલ્મો દરમિયાન સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યન અને હર્ષવર્ધન કપૂર જેવા સ્ટાર્સ સાથે તેનું નામ ચર્ચામાં આવ્યું છે. તે ઉપરાંત ક્રિકેટર શુભમન ગિલ, વિજય દેવરકોંડા અને સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહાડિયા સાથે પણ તેનું નામ જોડાયું છે.
હાલમાં, Sara Ali Khan અને વીરના સંબંધ વિશે અનેક અફવાઓ ચાલી રહી છે. પરંતુ હકીકત એ છે કે સારા વીર પહાડિયાની રિયલ લાઈફમાં નહીં, પરંતુ તેની આગામી ફિલ્મ સ્કાય ફોર્સ માં તેની પત્નીનો રોલ ભજવી રહી છે. આ વોર-ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ઘણું પ્રખ્યાત બન્યું છે. સારા અલી ખાન ના રોલ માટે તેના અભિનયની ખુબ પ્રશંસા થઈ રહી છે.
ફિલ્મ માટે સારા અલી ખાનની તૈયારી
સારા અલી ખાને આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તે શૂટિંગ દરમિયાન સેટ પર ઘણી શાંતિથી રહેતી અને સ્ક્રિપ્ટમાં તદ્દન મશગૂલ રહેતી હતી. ફિલ્મના ભાવનાત્મક દ્રશ્યો માટે તે પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરતી હતી. તેને સેટ પર ફોન કે કોઈ પણ એવી વસ્તુનો ઉપયોગ કરતો નહીં, જેનું ધ્યાન ભટકાવી શકે.
સ્કાય ફોર્સ માં સારા અલી ખાન
આ ફિલ્મમાં સારા અલી ખાન એક આર્મી ઓફિસરની મજબૂત, આશાવાદી અને સહાનુભૂતિ ભરેલી પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર વિંગ કમાન્ડર ‘કેઓ આહુજા’ના રોલમાં છે, જ્યારે નિમરત કૌર તેની પત્ની તરીકે દેખાશે. આ પ્રોજેક્ટમાં શરદ કેલકર, મોહિત ચૌહાણ અને મનીષ ચૌધરી જેવી સ્ટાર કાસ્ટ પણ છે.
આ ફિલ્મ જિયો સ્ટુડિયો દ્વારા મેડોક ફિલ્મ્સ અને લીઓ ફિલ્મ્સ યુકેના સહયોગમાં નિર્માણ થઈ છે. મ્યુઝિક તનિષ્ક બાગચી અને જસ્ટિન વર્ગીસે આપ્યું છે, જ્યારે સિનેમેટોગ્રાફી સંથાના કૃષ્ણન રવિચંદ્રની છે.
અન્ય પ્રોજેક્ટ્સ
સ્કાય ફોર્સ સિવાય સારા અલી ખાન પાસે અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રો ધીસ ડેઝ છે, જેમાં તે આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા અને ફાતિમા સના શેખ જેવા સ્ટાર્સ સાથે દેખાશે. આ ઉપરાંત તે આયુષ્માન ખુરાણા સાથે એક અનટાઇટલ્ડ ડ્રામા ફિલ્મમાં પણ કામ કરી રહી છે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
સારા અલી ખાન પોતાની ફિલ્મોમાં દરેક રોલ માટે નવી ઊંચાઈઓ મેળવવાની કોશિશ કરે છે અને આ પ્રોજેક્ટ્સ સાથે તે વધુ એક વખત તેના ચાહકોને પ્રભાવિત કરવા તૈયાર છે.
વધુ વાંચો: