પપ્પા Saif Ali Khan ના બીજા લગ્ન પર સારા આ શું બોલી- ‘તું મારી માઁ નથી..’
Saif Ali Khan : કરન જોહરના લોકપ્રિય ચેટ શો ‘કૉફી વિથ કરન’માં પહેલીવાર પિતા-દીકરીની જોડી, એટલે કે સૈફ અલી ખાન અને સારા અલી ખાન, સાથે જોવા મળી હતી. આ શોમાં બંનેએ તેમના જીવનના અનેક રહસ્યો ખુલા કર્યા હતા.
આ સમયે Saif Ali Khan ની પૂર્વ પત્ની, અમૃતા સિંહ, વિશે પણ ચર્ચા થઈ હતી. સારાએ ખુલાસો કર્યો કે તેના પિતાના બીજા લગ્નમાં ભાગ લેવાના માટે તેને તેની માતાએ જ તૈયાર કરી મોકલી હતી. સારાએ કહ્યું, “મારી માતાએ મને પિતાના લગ્નમાં મોકલતાં કહ્યું કે આનંદ માણો અને તમારા પિતા માટે ત્યાં રહો.”
લગ્નના દિવસે સૈફે કર્યું કંઈક ખાસ
સૈફે ખુલાસો કર્યો કે, તેના બીજા લગ્નના દિવસે, તેણે અમૃતા સિંહને એક લેટર લખી આશીર્વાદ પાઠવ્યા હતા. આ લેટરમાં તેણે અમૃતાને તેના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. લેટર મોકલતા પહેલા, સૈફે તે લેટર કરિનાને પણ વાચવા આપ્યું હતું.
કરિનાએ જ તેને આ લેટર અમૃતાને મોકલવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. આ જ લેટર મળવાથી સારા તેના પિતાના લગ્નમાં ખુશીને સાથે સામેલ થઈ હતી. સારાએ કહ્યું, “હું તો આમ જ લગ્નમાં જતી હતી, પણ લેટર મળતાં હું ખૂબ ખુશ થઈ ગઈ.”
“હું વિચિત્ર છું કારણ કે હું સૈફ અને અમૃતાની દીકરી છું”
કરન જોહરના સવાલના જવાબમાં સારાએ મજાકમાં કહ્યું, “હું સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છું, અને આથી મારી વિચિત્રતા સ્વાભાવિક છે. મારા પેરેન્ટ્સ પણ વિચિત્ર છે, અમે બધા જ અનોખા છીએ.” આ વાત સાંભળીને કરન જોહર પણ હસી પડ્યો.
સૈફે કરિના વિશે ખુલાસા કર્યા, અને સારાએ બંધ કર્યા કાન
કરન જોહરે સૈફને કરિનાના જીમ લુક વિશે સવાલ પૂછ્યો. સૈફે મજાકમાં કહ્યું, “કરિના જ્યારે જીમ જાય છે, ત્યારે હું બેડરૂમમાં તેની જીમ લુકના ક્લોઝઅપ્સ લઈ લઉં છું અને તેને જોઉં છું.” આ સાંભળી સારા શરમથી પાણી-પાણી થઈ ગઈ અને તે પોતાની કાન બંધ કરી લે છે.
કાર્તિકને ડેટ અને રણબીર સાથે લગ્ન..
કરન જોહરે જ્યારે સારાની પસંદગીઓ વિશે સવાલ કર્યો, તો સારાએ જણાવ્યું કે તે ‘સોનૂ કે ટીટૂ કી સ્વિટી’ના એક્ટર કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. સૈફે મજાકમાં કહ્યું, “હું તેને પૂછીશ કે તે પૈસાવાળો છે કે નહીં.” જ્યારે લગ્નના પ્રશ્ન પર સારાએ રણબીર કપૂરનું નામ લીધું, અને તે સમયે બધા જ હસી પડ્યા.
કરનએ સૈફને સારાના બૉયફ્રેન્ડ વિશે પૂછ્યું, તો સૈફે જણાવ્યું કે, “હું ત્રણ પ્રશ્ન પૂછીશ – પહેલો તેનાં પોલિટિકલ વિઝ વિશે, બીજુ તે ડ્રગ્સ લે છે કે નહીં, અને ત્રીજું તે પૈસાદાર છે કે નહીં.” આ વખતે, સારા તેના પિતા પાસે આવી બાબતો પર વધુ ચર્ચા ન કરવા અપીલ કરે છે.
વધુ વાંચો: