સના જાવેદ બાદ Shoaib Malik કરશે ચોથા લગ્ન, આ સુંદર અભિનેત્રી સાથે કર્યું ફલર્ટ
Shoaib Malik : શોએબ મલિકના પહેલા લગ્ન 2002માં હૈદરાબાદની આયેશા સિદ્દીકી સાથે થયા હતા. ત્યારે તેની પહેલી બેગમ આયેશા સિદ્દીકીની ઉંમર 29 વર્ષની હતી. તે એક શિક્ષિકા હતી. Shoaib Malik ના પહેલા લગન ટેલિફોનના માધ્યમથી થયા હતા.
2010માં તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ આયેશાએ શોએબ પર બેવફાઈ અને ત્યાગનો કેસ નોંધવાવ્યો હતો. આયેશા સિદ્દીકીએ શોએબ મલિક સાથેના તેના લગ્નની વીડિયો ક્લિપ પણ રજૂ કરી હતી, જે તેમના લગ્નનો પુરાવો હતો.
ત્યારબાદ Shoaib Malik ના જીવનમાં બીજો વળાંક આવ્યો, 2010માં શોએબ મલિકએ સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા, આ લગ્ન એ તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો. જો કે, સાનિયા સાથેના તેના લગ્નમાં ચાલી રહેલા વિવાદોએ મીડિયાનો રસ વધાર્યો.
શોએબ મલિકે ઓગસ્ટ 2022માં તેના ઈન્સ્ટાગ્રામ બાયોને અપડેટ કર્યો. તેણે પહેલા “સુપરવુમન સાનિયા મિર્ઝાનો પતિ” લખ્યું હતું, ત્યારપછી “ફાધર ઑફ અ ટ્રુ બ્લેસિંગ” લખ્યું. 2024 માં શોએબ મલિકે સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા લઈ લીધા.
20 જાન્યુઆરી, 2024ના રોજ શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા. સાનિયા મિર્ઝાથી છૂટાછેડાની અટકળો વચ્ચે મલિક અને જાવેદના લગ્ન મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા.
હાલમાં પાકિસ્તાની અભિનેત્રી નવલ સઈદને રમઝાનના એક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં હોસ્ટે તેમને પૂછ્યું કે શું તેમને સોશિયલ મીડિયા પર કોઈ ફની મેસેજ આવે છે કે નહીં. તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે તેને ક્રિકેટરો તરફથી ઘણા ફ્લર્ટી મેસેજ આવે છે. જેના પર હોસ્ટે પૂછ્યું કે શું આ શોએબ મલિક છે?
Shoaib Malik કરશે ચોથા લગ્નઃ ?
નવલ સઈદે આ સવાલોને નકાર્યો નહિ, પરંતુ શોએબ મલિકે પણ તેને સંદેશ મોકલ્યો હતો કે કેમ તે અંગે તેણે હાંસી ઉડાવી હતી. પાકિસ્તાની ક્રિકેટરના જવાબથી ઘણાને ખાતરી થઈ ગઈ કે તે ખરેખર તેના ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે.
નવલ શોએબ મલિકના સંદેશા મળવાથી બિલકુલ પ્રભાવિત ન થઈ. તેમણે કહ્યું, “આ યોગ્ય નથી, કારણ કે અમે તેમનો ખૂબ જ આદર માનીએ છીએ.” તેઓએ વિશ્વભરમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ નમ્ર હોવા જોઈએ. આ ન કરવું જોઈએ. હું તેના વિશે વધુ કહેવા માંગતી નથી,’
અભિનેત્રી જવાબ આપ્યા વિના હસી પડી. સના જાવેદ સાથેના લગ્ન પહેલા પણ અભિનેત્રી અને મોડલ આયેશા ઉમર સાથે તેના સંબંધોની ચર્ચા હતી. તેણે મોડલ્સ સાથે ઘણા ફોટોશૂટમાં પણ ભાગ લીધો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઈ ગઈ હતી.
પહેલી અફવા એવી હતી કે શોએબ તેમના લગ્નની જાહેરાત કરે તે પહેલા જ સના જાવેદને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યો હતો. તેનો પરિવાર તેના નિર્ણયથી ખુશ ન હતો અને મોટાભાગના લોકો તેના લગ્ન સમારોહમાં આવ્યા ન હતા. બીજી બાજુ, સનાએ ઉમૈર જસવાલ સાથેના લગ્નને રદ કર્યાના લગભગ 3 મહિના પહેલા શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.