બ્રેકઅપ બાદ Shraddha Kapoor અને આદિત્ય ગળે મળ્યા, લોકોને આવી શરમ
Shraddha Kapoor : વર્ષ 2013માં રિલીઝ થયેલી અને લોકોના દિલો પર રાજ કરનારી ફિલ્મ ‘આશિકી 2’માં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડીને આજે પણ લોકોએ ખૂબ પ્રેમ કર્યો છે.
આ ફિલ્મ પછી, બંને વચ્ચેના અફેરની ચર્ચાઓ જોર પકડવા લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને સાથે રહેવાનું પસંદ કરતા હતા.
એમના ડેટિંગના સમાચાર પણ ચર્ચામાં હતાં. પરંતુ, 2016માં આદિત્ય અને Shraddha Kapoor એકબીજાથી અલગ થઈ ગયા હતા. તાજેતરમાં એક ઇવેન્ટમાં, બંને ફરી એકબીજાને હગ કરતાં જોવા મળ્યા. જેને જોઈને લોકોને ‘આશિકી 2’ની યાદ આવી ગઈ. આ મોમેન્ટનો વિડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
‘આશિકી 2’નો મોમેન્ટ ફરી રિક્રિએટ થયો
આદિત્ય અને શ્રદ્ધા કપૂર જ્યારે તાજેતરમાં એકસાથે જોવા મળ્યા ત્યારે વરસાદ પડી રહ્યો હતો. વાયરલ વીડિયોમાં શ્રદ્ધા કપૂર એક જગ્યાએ ઉભી છે, ત્યારે આદિત્ય રોય કપૂર પાછળથી આવીને તેને હગ કરે છે.
આ મોમેન્ટને જોઈને લોકો ‘આશિકી 2’ના ફેમસ ગીત ‘તુમ હી હો’ની યાદ કરવા લાગ્યા. ચાહકો આ વિડિયોને જોઈને ખુબ ખુશ થઈ ગયા છે અને અનેક ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “વરસાદ અને બંને ફરી સાથે!” બીજાએ ટિપ્પણી કરી, “બંને કેટલા ક્લાસી લાગી રહ્યા છે.”
View this post on Instagram
બંનેનો થઈ ગયો છે બ્રેકઅપ
જોઈએ તો, આદિત્ય રોય કપૂર ની ડેટિંગ લાઈફમાં, શ્રદ્ધા પછી તેમનું નામ ઘણા અભિનેત્રીઓ સાથે જોડાયું છે. થોડા સમય પહેલા તેમને અનન્યા પાંડે સાથે જોડવામાં આવ્યા હતા, અને બંને ઘણી વાર સાથે જોવા મળ્યા હતા.
પરંતુ હાલમાં બંનેના બ્રેકઅપના સમાચાર મળી રહ્યા છે. શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો, તેની લાઈફમાં રાહુલ મોદીનો ઉલ્લેખ થયો હતો.
થોડા સમય પહેલા શ્રદ્ધાએ રાહુલ સાથે ફોટો શેયર કરીને પોતાના સંબંધને કન્ફર્મ કર્યો હતો. જોકે, ત્યારબાદ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પરથી રાહુલને અનફોલો કર્યો હતો અને હવે રિપોર્ટ્સ મુજબ, શ્રદ્ધાનો પણ બ્રેકઅપ થઈ ગયો છે.