Shubman Gill આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ? જલ્દી વાગશે શરણાઈના શૂર..
Shubman Gill : ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી શુભમન ગિલ ઘણીવાર ચર્ચામાં રહે છે. આજ સુધી ગિલના સંબંધો વિશે કોઈ ખુલાસો થયો નથી, પરંતુ તેમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે.
ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન, Shubman Gill નું નામ સારા તેંડુલકર સાથે જોડાયું હતું. આ અંગેની પોસ્ટો રોજે રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
હવે Shubman Gill નું નામ બીજી અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે. આ અભિનેત્રીએ તાજેતરમાં જ ગિલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને બંનેને સાથે પણ જોવામાં આવ્યા હતા.
અવનીત કૌર સાથેની તસવીર વાયરલ થઈ
8મી સપ્ટેમ્બરે, શુભમન ગિલનો જન્મદિવસ હતો. તેના આ ખાસ દિવસે, અભિનેત્રી અવનીત કૌરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી, જેમાં બંનેને સાથે જોવામાં આવ્યા હતા.
આ તસવીરના કેપ્શનમાં અવનીતે લખ્યું, “હેપ્પી બર્થડે, શુભમન. તમે આ રીતે લોકોને પ્રેરણા આપતા રહો અને મને તમારી પર ગર્વ છે.” હવે એવા અટકળો ચાલી રહી છે કે શું અને શુભમન ગિલ અવનીત કૌર રિલેશનશિપમાં છે? 2023માં બંનેને લંડનમાં સાથે ફરતા પણ જોવામાં આવ્યા હતા અને આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
Arey bhaisahab ye to virat kohli ke level se bhi upar ja raha hai🔥#ShubmanGill pic.twitter.com/cOCoGLoXB4
— lakhman Odedra (@ItsLvodedra007) September 9, 2024
અનન્યા પાંડે સાથે પણ દેખાયા છે ગિલ
હાલમાં જ એક જાહેરાત માટે, શુભમન ગિલ અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર આવતા જ, યુઝર્સને ફરીથી ગિલનું નામ અનન્યા પાંડે સાથે જોડવાની તક મળી.
જો કે, અત્યાર સુધી ગિલ દ્વારા તેમના સંબંધો અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ગિલનું નામ સતત કોઈ ને કોઈ સાથે જોડતા રહે છે.
બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે પસંદગી
આ દિવસોમાં, શુભમન ગિલ દુલીપ ટ્રોફી 2024 રમી રહ્યા છે, જેમાં તેઓ ઇન્ડિયા A ટીમના કેપ્ટન તરીકે હતા. આ દરમ્યાન, બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ગિલની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે.
વધુ વાંચો: