Shweta Tiwari તેનાથી અડધી ઉંમરની તેની દીકરીને આપે છે ટક્કર, પતિની બધી સંપત્તિ લૂંટી..
Shweta Tiwari : ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજે પણ એવી ફિટનેસ ધરાવે છે કે જે ઘણા હીરોઈનોને ટક્કર આપી શકે. શ્વેતાએ બે વાર લગ્ન કર્યા છે. તેના પ્રથમ લગ્ન રાજા ચૌધરી સાથે લવ મેરેજ હતા.
પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ન ચાલી શક્યા. 9 વર્ષના સંબંધ પછી, બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા. આ પહેલા લગ્નમાં, શ્વેતા તિવારીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, અને છૂટાછેડા બાદ શ્વેતા એ રાજા ચૌધરી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા.
શ્વેતા તિવારી અને રાજા ચૌધરીના આ અંગેના મામલામાં, રાજા ચૌધરી પણ ચુપ બેસ્યા ન હતા અને તેમણે પણ તેમના પક્ષે કેટલીક વાતો જણાવી.
શ્વેતા તિવારી, પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ટેલી ટોક ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન રાજા ચૌધરીએ ખુલાસો કર્યો કે, તે શ્વેતાને એક મિત્ર દ્વારા મળ્યા હતા.
તેમના બંને વચ્ચે શરૂઆતમાં મિત્રતા થઈ અને તે પછી પ્રેમમાં બદલાઈ. જોકે, એવી વાત ચાલી છે કે શ્વેતા તિવારી નો પરિવાર આ લગ્નનો વિરોધ કરી રહ્યો હતો.
તેમ છતાં, શ્વેતાએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા. આ લગ્ન પછી તેમને એક પુત્રી પણ થઈ, જે આજના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે.
Shweta Tiwari ના લગ્ન કેમ તૂટી ગયા?
આ સવાલના જવાબમાં, રાજા ચૌધરીએ કહ્યું કે “કસૌટી જિંદગી કી”ના સમય દરમિયાન શ્વેતા તિવારી ના આસપાસ ઘણા લોકો સલાહકાર બની ગયા હતા.
શ્વેતાને લાગ્યું કે હવે તે ફેમસ થઈ ગઈ છે, તો શા માટે આ સંબંધમાં રહેવું? તે સમય દરમિયાન, શ્વેતાએ પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને 16-17 કલાક કામ કરતી હતી, જેના કારણે અમારા સંબંધમાં અંતર આવી ગયું.
રાજા ચૌધરીએ વધુમાં કહ્યું, “શ્વેતાએ મારે પર ઘરેલુ હિંસાના આરોપો લગાવ્યા, અને મને ‘રાક્ષસ’ તરીકે રજૂ કર્યો. કોર્ટના કેસ દરમિયાન ઘણાં ખોટા આરોપો લગાવવામાં આવ્યા.
આ આખી પ્રક્રિયામાં, હું વિલન બન્યો અને છૂટાછેડા પછી મારી બધી મિલકત પણ લઈ લીધી. મને માત્ર એક જ ફ્લેટ બચ્યો, જ્યાં હું રહેતો હતો.”
વધુ વાંચો: