સુરત શહેરમાં 194 વર્ષ જૂની “પાઘડી”ના દર્શન માટે લાગી લાંબી લાઈન, જાણો આ પાઘડી કોની છે અને શું છે આ પાઘડીની ખાસિયત…
આપણા દેશની ધરતીને પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં ઠેર ઠેર દેવી-દેવતાઓનો વાસ છે. આપણા દેશમાં આસ્થા અને શ્રદ્ધા એક અલગ જ વસ્તુ છે. જેમાં હજારો વર્ષો પૂર્વે થઈ ગયેલા સંતો મહંતો કે જેમની અમુક વસ્તુઓ સાચવી રાખવામાં આવતી હોય છે.
ત્યારે આજે આપણે એવી જ વાત કરીશું જેમાં સુરતમાં 194 વર્ષ જૂની પાઘડીના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડી. આ પાઘડી વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ પાઘડી ભગવાન સ્વામિનારાયણ વિશે કહેવામાં આવે છે કે આ પાઘડી છેલ્લા 194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે.
અને જાણવા મળ્યું કે આ પાઘડી વર્ષ 1881 માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશર ને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતા. તે દિવસથી આજ દિવસ સુધી આ પારસી પરિવારે એ પાઘડીને સાચવી રાખી છે. કહેવાય છે કે પારસી પરિવાર દર વર્ષે ભાઈ બીજના દિવસે લોકોના દર્શન માટે મૂકે છે.
1994 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તેમણે આ પાઘડી પારસી પરિવારને ભેટમાં આપી હતી. તે દિવસથી આજે દિન સુધી એ પારસી પરિવારે જીવ ની જેમ એ પાઘડી ને સાચવી રાખી અને માત્ર ભાઈબીજના દિવસે તેઓ લોકોના દર્શન માટે મૂકે છે.
આપણા દેશમાં ઘણા સંતો મહંતો બની ગયા પરંતુ તેમની હજુ અમુક એવી જુની વસ્તુઓને સાચવીને સૌ કોઈ લોકો તેમના દર્શન માટે ઉમટી પડતા હોય છે. તેમાંથી 194 વર્ષ કેવી રીતે સચવાય તેની વાત કરીએ તો તેમના દીકરા જહાંગીર શાહ પાસે ગઈ.
પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાની સાથે તેમના પત્ની ડોશીબાઈ પાસેથી પાઘડી તેમના મોસાળ સૌરભજી એડલ્ટિ વાડીયા પાસે ગઈ હતી અને એવી રીતે જતન ત્રીજી પેઢી અને તેમના દીકરા કરે છે.