google-site-verification: googlec8654436f05b508b.html

ભારતનું પ્રથમ જ્યોર્તિલિંગ એવા દેવાધિદેવ Somnath Mahadev ને 1100થી વધુ સોનાના કળશની સ્થાપના, સોમનાથનો સુવર્ણયુગ પાછો આવશે…

ભારતનું પ્રથમ જ્યોર્તિલિંગ એવા દેવાધિદેવ Somnath Mahadev ને 1100થી વધુ સોનાના કળશની સ્થાપના, સોમનાથનો સુવર્ણયુગ પાછો આવશે…
Somnath Mahadev: મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું, 1100થી વધુ સુવર્ણકળશનું સ્થાપન કરવામાં આવ્યું…. પ્રથમ 130 કિલો સોનામાંથી Somnath Mahadev નું ગર્ભગૃહ, ત્રિશૂલ, દરવાજા અને પિલ્લરને સુવર્ણજડિત કરાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1500 જેટલા મંદિર પરનાં કળશને સુવર્ણ જડિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Somnath Mahadev ને મહાદેવભક્તો દ્વારા જોરદાર પ્રતિસાદ મળ્યો છે. Somnath Mahadev મંદિરનું શિખર સુવર્ણ કળશથી ઝળહળી ઉઠ્યું છે. શિખર પરના 1100થી વધુ સુવર્ણ કળશ ચડી ગયા છે. ત્યારે આગામી દિવસોમાં બાકી સુવર્ણ કળશ પણ ચડી જશે. ઉલ્લેખનીય છે કે, આ દૃશ્ય પછી નજીકના ભવિષ્યમાં સોમનાથનો સુવર્ણયુગ પાછો ફરશે તેવું કહેવામાં સ્હેજેય શંકાને સ્થાન નથી.

Somnath Mahadev
Somnath Mahadev

Somnath Mahadev ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને ભાવિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શ્રદ્ધાળુઓ દ્વારા ત્રણ વર્ષમાં 1500 સુવર્ણ કળશનું દાન આવી ચૂક્યું છે. તેમાંથી 1100થી વધુ કળશ મંદિરના શિખર ઉપર ચડી ગયા છે.

Somnath Mahadev ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ‘સૌ દાતાઓ આવી અને કળશની પૂજા કરાવી જાય’. કોવિડ દરમિયાન પણ દાતાઓએ Somnath Mahadev નું શિખર સુવર્ણજડિત કરવા સોનાનું દાન આપ્યું હતું. ત્યારબાદ પણ શ્રદ્ધાળુઓએ દિલ ખોલીને દાન આપ્યું હતું અને 1500 સુવર્ણ કળશ વડે સોમનાથનું શિખર સોને મઢાઈ રહ્યું છે.

Somnath Mahadev
Somnath Mahadev

હાલની પરિસ્થિતિએ જેટલા પણ સુવર્ણ કળશ શિખર પર ચડાવવાના બાકી છે તે કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાનને રૂબરૂ પધારવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે. જે યજમાન રૂબરૂ ન પહોંચી શકે તેમ ન હોય તો ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન પૂજા કરાવવાની વ્યવસ્થા પણ ગોઠવી છે.

Somnath Mahadev પર લગાવાઈ રહેલા કળશ ત્રણ પ્રકારનાં છે. જેને સુવર્ણ જડિત કરવાની અલગ અલગ કિંમતની સાઈઝ પ્રમાણે છે. નાનો કળશ 1 લાખ 11 હજાર, મધ્યમ કળશ 1 લાખ 21 હજાર અને સૌથી મોટા કળશની કિંમત 1 લાખ 51 હજાર છે.

Somnath Mahadev
Somnath Mahadev

Somnath Mahadev નો સુવર્ણ યુગ ફરી આવશે તે વાત નક્કી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને સુવર્ણ દાનની અપીલ કરી છે ત્યારે ત્યારે શિવ ભક્તોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *