લગ્નના બે જ મહિનામાં Sonakshi Sinha અને ઝહીરની લવસ્ટોરીમાંથી લવ છુમંતર?
Sonakshi Sinha : બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલમાં તેના અંગત જીવનને લઈને ભારે ચર્ચામાં છે, ખાસ કરીને ત્યારથી જ્યારથી તેણે તેના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે.
ક્યારેક Sonakshi Sinha પતિ ઝહિર સાથેની લેટ નાઈટ ડિનર ડેટમાં દેખાય છે તો ક્યારેક વિદેશમાં સેકન્ડ હનીમૂન માણતી. હવે, ગઈકાલથી સોશિયલ મીડિયા પર સોનાક્ષીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જે જોઈને ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે લગ્નના માત્ર બે મહિના પછી જ ન્યુલી વેડ કપલની લવસ્ટોરીમાંથી પ્રેમ ખોવાઈ રહ્યો છે. આવો જાણીએ આખરે એવું શું કર્યું સોનાક્ષીએ.
શું છે વાયરલ વીડિયોમાં?
વાયરલ થયેલા વીડિયોમાં સોનાક્ષી સિંહ અને ઝહિર એક રેસ્ટોરાંમાં ડિનર કર્યા બાદ બહાર નીકળતા જોવા મળે છે. પેપારાઝી ફોટોગ્રાફર્સે જયારે તેમને કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સોનાક્ષીએ પેપ્ઝને દૂર રાખતા કહ્યું, “અરે, મને ઘરે જવા દો યાર. હું કેમ રોકાઉં?” આ દરમિયાન, બેકગ્રાઉન્ડમાં ઝહિર કોઈને હાથ મિલાવતો અને ગળે મળતો જોવા મળે છે.
પછી, સોનાક્ષી કારમાં બેસી જાય છે, અને થોડા સમય બાદ ઝહિર પણ કારમાં આવીને બેસી જાય છે. ફ્રન્ટ એંગલથી શૂટ કરાયેલા વીડિયોમાં, બંને વચ્ચે કેટલીક વાતચીત થતી જોવા મળે છે. સોનાક્ષીના લિપસિંક પરથી એવું લાગે છે કે તે ઝહિરને “અબે, ચલ ના” કહી રહી છે.
ફેન્સની પ્રતિક્રિયાઓ
સોનાક્ષી સિંહનું આ વર્તન ફેન્સને ખાસ પસંદ આવ્યું નથી, અને આ જ કારણે તેઓ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી હતી, “આને બિલકુલ શિસ્ત જ નથી.”
બીજાએ લખ્યું, “કળિયુગની સુર્પણખા,” જ્યારે ત્રીજા યુઝરે આશ્ચર્ય વ્યક્ત કર્યો કે શું તેણે વાકઈમાં ઝહિરને “અબે, ચલ” કહ્યું? અન્ય એક યુઝરે વધુ ઉગ્ર રીતે ટિપ્પણી કરી, “નશેડીવુડની ક્વીન…”
અન્યોમાંથી ઉઠેલા સવાલો
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સોનાક્ષી અને ઝહિરના લગ્ન થયા છે. આ ઉપરાંત, જે ઘરમાં સોનાક્ષી અને ઝહિરના લગ્ન થયા હતા, તે ઘર સોનાક્ષીએ વેચવા મૂકી દીધું છે. આ બાબત પણ ચર્ચાનો વિષય બની છે, અને તેથી સોનાક્ષી અને ઝહિરને લઈ જાતજાતની વાતો સામે આવી રહી છે.
વધુ વાંચો: