પિતા નહીં, પણ Sonakshi Sinha ને આ વ્યક્તિ કરી શકે છે ખામોશ!
Sonakshi Sinha : સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં તેના પરિવાર સાથે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના આગામી એપિસોડમાં જોવા મળશે. આ શોમાં તેના લગ્ન બાદ તે પહેલીવાર ભાગ લઈ રહી છે. આ પહેલા, સોનાક્ષી હીરામંડી ફિલ્મના પ્રમોશન માટે આ શોમાં પહોંચી હતી.
આ વખતે Sonakshi Sinha તેના પતિ ઝહીર ઈકબાલ અને માતા-પિતાના સાથમાં શોમાં હાજરી આપશે. શોના દરમિયાન સોનાક્ષીએ કબૂલ્યું કે જો કોઈ તેને ચૂપ કરી શકે છે, તો તે માત્ર તેના પતિ ઝહીર ઈકબાલ જ છે. શો દરમિયાન, કપિલ શર્મા સાથે વાત કરતા, પરિવારના સભ્યોએ ઘણા રસપ્રદ ખુલાસા કર્યા.
શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમે શોમાં જણાવી દીધું કે શત્રુઘ્ન ક્યારેય માફી માગતા નથી, અને આ ખુલાસા પર બધાએ મસ્તી કરી હતી. શોનો પ્રોમો રિલીઝ થવાની સાથે જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને હવે બધા આતુરતાથી આ એપિસોડના પ્રસારણની રાહ જોઈ રહ્યા છે.
એક્ટ્રેસ સોનાક્ષી સિંહાના જવાબ પર હવે અભિનેતા મુકેશ ખન્નાએ તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેમના શબ્દોનો કોઈ ખરાબ ઈરાદો ન હતો અને તેઓ એક્ટ્રેસના પિતા શત્રુઘ્ન સિંહા સાથે સારા સંબંધો ધરાવે છે.
ન્યૂઝ 18 સાથે વાતચીતમાં મુકેશ ખન્નાએ જણાવ્યું કે, “મને આશ્ચર્ય થાય છે કે સોનાક્ષીએ જવાબ આપવા માટે આટલો સમય લીધો. મને ખબર હતી કે કેબીસી શોમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરીને હું તેમને નારાજ કરીશ, પણ મારો કોઈને બદનામ કરવાનો કે તેમના પિતા કે જે મારા સિનિયર છે તેમને નુકસાન પહોંચાડવાનો કોઈ ઇરાદો ન હતો. મારો ઉદ્દેશ માત્ર નવી પેઢી માટે મારા વિચારો વ્યક્ત કરવાનો હતો.”
આજની પેઢી વિશે મુકેશ ખન્નાના વિચારો
મુકેશ ખન્નાએ ઉમેર્યું કે, “આજના યુવા ‘ઝેન ઝેડ’ પેઢી ગૂગલ અને મોબાઈલની ગુલામ બની ગઈ છે. તેમનું જ્ઞાન વિકિપીડિયા અને યુટ્યુબ સુધી મર્યાદિત છે. મારું કહેવાનું મતલબ એ હતું કે બાળકોને માર્ગદર્શનની જરૂર છે. ઘણાં બાળકોને તો તેમના દાદા-દાદીના નામ પણ યાદ નથી. હું ફક્ત નવા યુગના તથ્ય પર પ્રકાશ પાડવા માટે સોનાક્ષીનું ઉદાહરણ આપી રહ્યો હતો.”
આમ શરુ થયો વિવાદ
વિવાદની શરૂઆત 2019માં ‘કૌન બનેગા કરોડપતિ’ શો દરમિયાન થઈ હતી, જ્યારે સોનાક્ષી સિંહાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે “ભગવાન હનુમાન કોના માટે સંજીવની બુટી લાવ્યા હતા?” સોનાક્ષી આનો જવાબ આપી શકી ન હતી. આ પછી તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.
સોનાક્ષીનો વળતો પ્રહાર
મુકેશ ખન્નાના નિવેદન પર સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર એક નોટ લખી હતી, જેમાં તેમણે મજબૂત પ્રતિક્રિયા આપી. સોનાક્ષીએ લખ્યું હતું, “જો બીજાં વખત મારા ઉછેર પર સવાલ ઊઠાવવામાં આવશે તો યાદ રાખજો કે તે જ ઉછેરના કારણે આજે મેં તમને આટલી નમ્રતાથી જવાબ આપ્યો છે.”
મુકેશ ખન્ના અને સોનાક્ષી વચ્ચેની ચર્ચા
મુકેશ ખન્નાએ સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, “એક છોકરી, જે શત્રુઘ્ન સિંહાની પુત્રી છે, તેને આ વાત પણ ખબર ન હતી કે હનુમાનજી કોના માટે સંજીવની લાવ્યા હતા.”
વધુ વાંચો: