Sonakshi Sinha લગ્નના 2 વર્ષ થાઈ પછી લેશે છૂટાછેડા? જાણો જ્યોતિષે શું કહ્યું
Sonakshi Sinha : બોલીવૂડની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ 23 જૂનના રોજ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા, જે લગ્નના સમાચારોએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી હતી.
આ લગ્નોને લઈને એવી અફવાઓ ફેલાઈ હતી કે Sonakshi Sinha અને મુસ્લિમ વ્યક્તિ ઝહીર ઈકબાલના લગ્નથી સિંહા પરિવાર ખુશ નથી. પરંતુ, શત્રુઘ્ન સિંહાએ આ લગ્નમાં હાજરી આપીને આ તમામ અફવાઓને ખોટી સાબિત કરી દીધી હતી. આ વચ્ચે, હવે એક જ્યોતિષીએ સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને ચોંકાવનારા નિવેદનો કર્યા છે.
જ્યોતિષનો દાવો: શું સોનાક્ષી અને ઝહીર છૂટાછેડા લેશે?
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નના માત્ર 3 મહિના બાદ, એક જ્યોતિષનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ જ્યોતિષે કહ્યું છે કે સોનાક્ષી અને ઝહીર આગામી 2 વર્ષમાં છૂટાછેડા લઈ શકે છે.
જ્યોતિષે કહ્યું કે સોનાક્ષીનું કપાળ મોટું છે, જે તેના વૈવાહિક જીવન માટે અનુકૂળ નથી. ઝહીરની આંખોનો રંગ પણ અલગ હોવાનું જ્યોતિષે દાવો કર્યો છે. આ કપલને બાળક થઈ શકે છે, પરંતુ 2 વર્ષ પછી તેઓ અલગ થઈ શકે છે. આ દાવાઓએ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે અને આ દંપતીના સંબંધો પર અનેક અટકળો ઊભી થઈ છે.
સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ
જ્યોતિષનો આ વીડિયો વાયરલ થતા, સોશિયલ મીડિયા યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, “જો સોનાક્ષી સિન્હા અને ઝહીરના લગ્ન ટકી જશે, તો તમારું કરિયર સમાપ્ત થઈ જશે.” બીજાએ ટિપ્પણી કરી, “લોકો બીજાના જીવનમાં આટલો રસ કેમ લે છે? તેમને તેમનું જીવન જીવવા દો.”
View this post on Instagram
બીજી એક ટિપ્પણીમાં યુઝરે કહ્યું, “ઠીક છે, હું આ વીડિયો સેવ કરીશ, અને 2 વર્ષ પછી આવીને તપાસ કરીશ.” આ જ્યોતિષના દાવાઓને સંદેશ ન્યૂઝ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વધુ વાંચો: