મુકેશ ખન્ના પર ભડકી Sonakshi Sinha, કહ્યું- મારા પિતાનું નામ લીધું છે તો..
Sonakshi Sinha : મહાભારતના ભીષ્મ પિતામહ અને ‘શક્તિમાન’ તરીકે જાણીતા મુકેશ ખન્ના ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કલાકારો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કરે છે.
થોડા સમય પહેલા મુકેશ ખન્નાએ સોનાક્ષી સિંહા અને તેમના પિતા શત્રુઘ્ન સિંહાને લઇને એક નિવેદન આપ્યું હતું, જે હવે ચર્ચાનો વિષય બની ગયું છે. આ મામલો અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે સંકળાયેલો છે.
મામલો શું છે?
મુકેશ ખન્નાએ એકવાર સોનાક્ષી સિંહાને ‘કેબીસી’માં ભગવાન હનુમાન સાથે સંબંધિત એક પ્રશ્નનો જવાબ ન આપી શકવા બદલ ટ્રોલ કર્યું હતું. તેમણે સોનાક્ષીના ઉછેર અને પિતા શત્રુઘ્ન સિંહાની પરવરિશ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
આ વાતને લઇને હવે સોનાક્ષી સિંહાએ પ્રતિક્રિયા આપી છે અને સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને મુકેશ ખન્નાને સખત જવાબ આપ્યો છે.
સોનાક્ષીનો પ્રતિક્રિયા
સોનાક્ષીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “હમણાંજ મેં એક નિવેદન વાંચ્યું જેમાં મુકેશ ખન્ના મારા પિતા શત્રુઘ્ન સિંહાને ‘રામાયણ’ સંબંધિત સવાલનો જવાબ ન આપવા માટે જવાબદાર ગણાવ્યા છે. તે સમયે હોટ સીટ પર અન્ય બે મહિલાઓ પણ હતી જેમને આ સવાલનો જવાબ ખબર નહોતો, પરંતુ તમે વારંવાર મારું નામ જ લીધું.”
તેમણે વધુમાં સ્વીકાર્યું કે ભૂલ તેમની હતી પરંતુ સાથે જ મુકેશ ખન્નાને ચેતવણી આપતા કહ્યું, “તમને કદાચ ભગવાન રામે આપેલા કેટલાક પાઠ ભૂલી ગયા છે. ભગવાન રામે મંથરા અને કૈકાઈને માફ કરી દીધા હતા. અંતે તો રાવણને પણ માફ કરવામાં આવ્યો હતો. તો આ બાબતમાં તમે કેમ ભુલાવી શકતા નથી?”
ઉછેર પર ટિપ્પણીનો જવાબ
સોનાક્ષીએ ચેતવણી આપતા વધુમાં લખ્યું, “મારા ઉછેર પર ટિપ્પણી કરી છે ને, તો યાદ રાખજો કે મારા ઉછેર અને મૂલ્યોને કારણે જ હું તમને સન્માનજનક રીતે જવાબ આપી રહી છું. હવે પછી આવા નિવેદનો આપતા પહેલા વિચારજો.”
ઉલ્લેખનીય છે કે આ મામલો હજી જૂનો છે પણ ફરી સોનાક્ષી સિંહાની આ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. એક તરફ જ્યાં ફેન્સ સોનાક્ષીનું સમર્થન કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
વધુ વાંચો: