google-site-verification: googlec8654436f05b508b.html

લગ્નના 6 મહિના પછી Sonakshi Sinha નો મોટો ખુલાસો, મંડપમાં પહોંચતા પહેલા જ અનહોની..

લગ્નના 6 મહિના પછી Sonakshi Sinha નો મોટો ખુલાસો, મંડપમાં પહોંચતા પહેલા જ અનહોની..

Sonakshi Sinha : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ આ વર્ષે 23 જૂનના રોજ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં તેણે તેના લગ્નનો પડદા પાછળનો (BTS) વીડિયો તેની યૂટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.

આ વીડિયો સાથે સોનાક્ષીએ લખ્યું કે, “તમે જોયેલા લગ્નના ફોટા અને વીડિયોમાં જે દેખાતું હતું તે પાછળની હકીકત કંઈક અલગ હતી.” વિડિયોમાં સોનાક્ષી ફૂલોની ચાદર હેઠળ લગ્ન મંડપમાં પ્રવેશ કરતી દેખાય છે.

એ એન્ટ્રી દરમિયાન એમાં કેટલાંક મજેદાર પ્રસંગો પણ જોવા મળે છે. ફૂલોની ચાદર એટલી ભારે હતી કે તેને સંભાળવું કઠિન થઈ ગયું. સોનાક્ષીના મિત્રો સ્ટેન્ડની મદદથી ચાદરને સંભાળવા પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે Sonakshi Sinha હસતી-હસતી એન્ટ્રી કરી રહી હતી.

એક સમયે તો સોનાક્ષી ચાદર નીચે પડતા પડતાં બચી ગઈ હતી, અને આ મજાકિય પ્રસંગે બધાને હસાવ્યું. સોનાક્ષીની બહેન પણ પાછળ આવી હતી, પરંતુ સોનાક્ષીના સુંદર ફોટા લેવા માટે તેણે થોડો સમય ત્યાંથી ખસવું પડ્યું. આખરે, ઘણી મહેનત બાદ ફૂલોની ચાદર મેનેજ કરીને વિધિ માટે મંડપમાં લઈ જવામાં આવી.

એક જ અઠવાડિયામાં ઝહીર સમક્ષ પ્રેમનો એકરાર

થોડા દિવસો પહેલા સોનાક્ષી સિન્હાએ કરીના કપૂરના પોડકાસ્ટ ‘વોટ વુમન વોન્ટ’ સીઝન 5માં તેના અને ઝહીર ઇકબાલની પ્રેમકથા શેર કરી હતી. લવ સ્ટોરી વિશે વાત કરતા સોનાક્ષીએ કહ્યું, “મેં ઝહીરને એક જ અઠવાડિયામાં કહી દીધું કે હું તને પ્રેમ કરું છું. હું ખૂબ ઉત્સાહિત હતી.

Sonakshi Sinha
Sonakshi Sinha

અમે એકબીજાને થોડા સમયથી જ ઓળખતા હતા, પણ મને તરત જ એ સંભાળ થયું કે આ વ્યક્તિ જ મારો જીવનસાથી છે. આ પહેલા હું મારા નિર્ણયોમાં હંમેશા સમય લેતી હતી, પણ ઝહીર સાથેના સંબંધ માટે કંઈ વિચારવાની જ જરૂર પડી નહીં.”

સાત વર્ષ ડેટિંગ પછી લગ્ન

સોનાક્ષી સિંહ અને ઝહીર ઇકબાલએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે 23 જૂનના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. તેમના લગ્નને હવે પાંચ મહિના થઈ ગયા છે.

Sonakshi Sinha
Sonakshi Sinha

સોનાક્ષી હીરામંડીની બીજી સિઝનમાં જોવા મળશે

સોનાક્ષી સિન્હાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં ફિલ્મ *‘નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ’*માં જોવા મળશે, જેમાં તેની સાથે અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુહેલ નય્યર પણ છે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની સિરીઝ હીરામંડીની બીજી સીઝનમાં પણ મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *