google-site-verification: googlec8654436f05b508b.html

Sonakshi Sinha એ ભાઈને કારણે ન કર્યા ભવ્ય લગ્ન, 2 મહિના પછી ખુલાસો..

Sonakshi Sinha એ ભાઈને કારણે ન કર્યા ભવ્ય લગ્ન, 2 મહિના પછી ખુલાસો..

Sonakshi Sinha : સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલ આ દિવસોમાં તેમના લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ, Sonakshi Sinha અને ઝહીરે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

તેમના લગ્નમાં માત્ર નજીકના પરિવારના સભ્યો અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. હવે સોનાક્ષી સિન્હાએ ખુલાસો કર્યો છે કે તેણે ભવ્ય ભારતીય લગ્ન કેમ ન કર્યા, જેના કારણે તેના ઘણા મિત્રો નારાજ પણ થયા.

માતાને કહ્યું કે ભવ્ય લગ્ન નહીં કરવાની

સોનાક્ષી સિન્હા ના ભવ્ય ભારતીય લગ્ન ન થવાનું કારણ તેના ભાઈ કુશના લગ્ન છે. સોનાક્ષીએ કહ્યું કે તેણીએ આ નિર્ણય તેના ભાઈ કુશના લગ્ન પછી લીધો હતો.

તેણે જણાવ્યુ કે, “ભાઈના લગ્ન વખતે, મેં મારી માતા પૂનમને સ્પષ્ટ કહી દીધું હતું કે હું આ રીતે ક્યારેય લગ્ન નહીં કરું.” સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ હવે એક ઈન્ટરફેથ મેરિડ લાઈફ જીવી રહ્યા છે.

Sonakshi Sinha
Sonakshi Sinha

સોનાક્ષી, બોલીવુડના જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી છે, તો શું તેના પર ભવ્ય લગ્ન કરવા માટે દબાણ હતું? સોનાક્ષીએ આનો જવાબ આપ્યો અને કહ્યું કે શા માટે તે અને ઝહીરે સાદા લગ્ન પસંદ કર્યા.

કુશના લગ્ન જોઈને લેવાયો નિર્ણય

સોનાક્ષીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં, જ્યારે તેનાથી પૂછવામાં આવ્યું કે શું તેના પર ભવ્ય ભારતીય લગ્ન કરવા માટે દબાણ નથી, ત્યારે તેણે કહ્યું, “દબાણ હતું, પણ અમે ખૂબ જ સ્પષ્ટ હતા કે અમે કેવા પ્રકારના લગ્ન ઈચ્છીએ છીએ.

હકીકતમાં, જો થોડા વર્ષો પાછા જાઓ તો, જ્યારે મારા ભાઈ (કુશ)ના લગ્ન થયા હતા, તે ખૂબ જ ભવ્ય હતા. તેમના લગ્નના દરેક ફંક્શનમાં લગભગ 5,000 થી 8,000 લોકો હાજર હતા.

તે લગ્ન પછી, મેં મારી માતાને પહેલી જ વાત કહી કે, મારા લગ્ન આ રીતે નહીં થાય.” ઉલ્લેખનીય છે કે, સોનાક્ષીના ભાઈ કુશે 2015માં તરુણા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.

મિત્રો થયા નારાજ

સોનાક્ષીએ આગળ જણાવ્યું કે, “અમારા માટે એ ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ હતું કે અમે આટલા ધામધૂમથી લગ્ન નહીં કરી શકીએ.

Sonakshi Sinha
Sonakshi Sinha

આ દિવસ અમારી જિંદગીમાં એક જ વાર આવે છે, અને અમે તેને એવા રીતે ઉજવવા માંગીએ છીએ કે જે અમને પસંદ છે.” સોનાક્ષીએ વધુમાં જણાવ્યું કે, કેટલાક મિત્રો એવા હતા જે અમારા નિર્ણયથી ખુશ ન હતા.

હૂમા અને મોહિત જેવા મિત્રો વધુ ભવ્ય ફંક્શનની અપેક્ષા રાખતા હતા. મોહિતએ તો કહ્યું પણ હતું, “હું ઈચ્છું છું કે તું તારા લગ્નમાં પાંચ વખત આઉટફિટ ચેન્જ કર,” પરંતુ મેં માત્ર એક જ વાર આઉટફિટ બદલી, જેથી તે નારાજ થયો.

ઝહીર પર કોઈ દબાણ હતું?

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ઘરે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા અને તે જ સાંજે રિસેપ્શન રાખ્યું, જેમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી.

સાદા લગ્ન વિશે ઝહીરે કહ્યું, “મોટા લગ્ન માટે કોઈ દબાણ ન હતું, પણ લાગે છે કે ઘણા લોકો અમારા તરફથી મોટા ફંક્શનની અપેક્ષા રાખતા હતા.”

7 વર્ષ સાથે રહ્યા બાદ, સોનાક્ષી અને ઝહીરે આ સરળ રીતે લગ્ન કરી લીધા. રિસેપ્શનમાં સોનાક્ષીના ભાઈ કુશ હાજર રહ્યા હતા, પરંતુ તેનો અન્ય ભાઈ લવ ભાગ લઈ શક્યો ન હતો.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલ પતિ ઝહીર ઈકબાલ સાથે જીવનનો સૌથી સુંદર તબક્કો માણી રહી છે. હાલમાં તે પતિ સાથે ન્યૂયોર્કમાં ત્રીજું હનિમૂન માણી રહી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

તેણે ઝહીર સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે જોઈને લાગે છે કે સોનાક્ષી હવે પરિવાર વગર જીવતા શીખી ગઈ છે. આ વીડિયોમાં સોનાક્ષી પતિ ઝહીર સાથે સ્લિંગશૉટ રાઇડની મજા લેતી જોવા મળે છે.

સોનાક્ષી અને ઝહીર વારંવાર તેમના હનિમૂનના વીડિયો અને તસવીરો શેર કરે છે. તાજેતરમાં જ સોનાક્ષીએ વધુ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બંને સ્લિંગશૉટ રાઇડની મજા લેતા દેખાય છે.

જ્યારે રાઇડ શરૂ થવા જ રહી હતી ત્યારે સોનાક્ષી જોર જોરથી બૂમો પાડવા લાગી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાઇડમાં બેસેલા સોનાક્ષી અને ઝહીર આકાશમાં ઊંચે જાય છે અને પછી તીવ્ર રીતે નીચે આવે છે. રાઇડ પૂરી થયા બાદ સોનાક્ષીના ચહેરા પરથી લાગી રહ્યું છે કે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી.

આ વીડિયો શેર કરતી વખતે સોનાક્ષી બેબીએ કેપ્શન આપ્યું છે: “ધ સ્લિંગશૉટ – ક્રેઝીસ્ટ, ઓહ ગોડ, હું મારી સાથે આવું કેમ કરું છું. મેં ક્યારેય સ્લિંગશૉટની રાઇડ નથી માણી. માત્ર ઝહીર જ મને આ રાઇડ માણવા માટે કહી શકે છે. 90 માઈલ પ્રતિ કલાકની ઝડપે હવામાં 225 ફૂટ… ઉફ, પ્રેમ માટે આપણે શું શું કરીએ છીએ…!”

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *