ટીવીની પાર્વતી Sonarika Bhadoria લગ્નના એક જ મહિનામાં લેશે છૂટાછેડા?
Sonarika Bhadoria : ટીવીના ફેમસ શો ‘દેવોં કે દેવ મહાદેવ’ ની અભિનેત્રી Sonarika Bhadoria ના લગ્ન હજી એક મહિના પહેલા થયા જ થયા છે. ગયા મહિને 18મી ફેબ્રુઆરીએ સોનારિકાના સાત ફેરા બાદ લગ્ન સંપન્ન થયા હતા. તેમના લગ્નનો વીડિયો પણ સામે આવ્યો હતો, વીડિયોમાં બંને રામની ધૂન પર વરમાળા પહેરાવી રહ્યા હતા, વરમાળાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો.
લગ્નના આ શુભ પ્રસંગે સોનારિકા ભદોરિયા ઘણી ખુશ દેખાઈ રહી હતી. હાલમાં જ ટીવીની ફેમસ એકટ્રેસ પાર્વતી એટલે કે સોનારિકા ભદૌરિયાના લગ્નને હજી માત્ર એક મહિનો જ પૂરો થયો છે. સોનારિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રોમાંચક પોસ્ટ શેર કરી છે. ચાલો જોઈએ સોનારિકા ભદૌરિયાની એ સોશિયલ મીડિયા પોસ્ટ પર શું લખ્યું છે.
પ્રખ્યાત ટીવી શો દેવોં કે દેવ મહાદેવની પાર્વતી સોનારિકા ભદૌરિયા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હોળીના શુભ અવસર પર સોનારિકા ભદૌરિયાએ એક પોસ્ટ શેર કરી હતી. તસવીરોમાં સોનારિકા ભદૌરિયા તેના પતિ વિકાસને પગે લગતી જોવા મળી. અને પછી પતિના પગ પર ગુલાલ લગાવીને તેને હોળીની શુભેચ્છા પાઠવી.
આ તસવીરો જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા. અને નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ ઘણીવાર તસવીરોમાં જે બતાવવામાં આવે છે તે વાસ્તવિક જીવનમાં સાચું હોતું નથી. તાજેતરમાં જ સોનારિકા ભદૌરિયાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કંઈક એવું લખ્યું છે કે તેના લીધે તેના ચાહકો ચિતામાં મુકાઈ ગયા.
Sonarika Bhadoria ને શું ચિંતા છે?
સોનારિકા ભદૌરિયા કઈ વાતથી પરેશાન છે? સોનારિકાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખૂબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે મારી લાઈફમાં કંઈ પણ સરખું નથી.
અને જે સરખું હોઈ તે અપડે જાતે કરવાનું હોઈ. આની આગળ એવું પણ લખવામાં આવ્યું છે કે મારા પર વિશ્વાસ કરો, ઘણી સાચી વસ્તુઓ સહેલી નથી હોતી અને જે સહેલી હોય તે સાચી હોય તે જરૂરી નથી.
હોળીનો ફોટો શેર કર્યો
સોનારિકા ભદૌરિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળીની તસવીરો શેર કરી છે. અને Sonarika Bhadoria હોળીની આ તસવીરોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. અને તેના સાસરીયા વાળાઓ અને પતિ સાથે ખુબ ખુશ દેખાતી હતી. અને હવે અચાનક સોનારિકા ભદૌરિયાના જીવનમાં એવું શું થયું કે તેણે આવી પોસ્ટ શેર કરી.
એક મહિના પહેલા થયા હતા લગ્ન
સોનારિકા ભદૌરિયા અને વિકાસના લગ્ન એક મહિના પહેલા 18 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં થયા હતા. પરિવારની સાથે કેટલાક ખાસ મહેમાનો અને મિત્રોએ પણ કપલના લગ્નમાં હાજરી આપી હતી. લગ્ન પહેલા બંનેએ એકબીજાને આઠ વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ પછી જ સોનારિકા ભદૌરિયા અને વિકાસે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
સોનારિકા ભદૌરિયાએ life ok ચેનલ પર સીરિયલ ‘તુમ દેના કે સાથ મેરા’થી અભિનયની શરૂઆત કરી હતી. આ શો 2011 માં શરૂ થયો હતો. આ પછી સોનારિકા ભદૌરિયાએ શો ‘દેવોં કે દેવ મહાદેવ’ માં પાર્વતીની ભૂમિકા ભજવી હતી જેમાં તે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. પાર્વતીનું પાત્ર ભજવ્યા બાદ સોનારિકાને લોકો ઘરે ઘરે ઓળખવા લાગ્યા.
વધુ વાંચો: