Tamannaah Bhatia ની 79 હજારની સાડી, ફોટો જોયા પછી તમે કહેશો- ઉફ્ફ
Tamannaah Bhatia : શનિવારે, તમન્ના ભાટિયાએ ફિલ્મ “વેદ”ના ગીત ‘જરૂરત સે ઝ્યાદા’ના લોન્ચિંગ ઈવેન્ટમાં સફેદ ઓર્ગેન્ઝા સાડી પહેરીને હાજરી આપી હતી. Tamannaah Bhatia એ તેના ગ્લેમરસ લુકથી આ ઇવેન્ટમાં બધાનું દિલ જીતી લીધું.
Tamannaah Bhatia એ આ ઇવેન્ટ માટે ઑફ-વ્હાઇટ રંગની ઓર્ગેન્ઝા સાડી પસંદ કરી હતી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તમન્ના ભાટિયા એ મોતીના તારથી આ લુકને પૂર્ણ કર્યો હતો, જે તેને વધારે આકર્ષક બનાવી રહ્યો હતો.
તમન્ના આ લૂકમાં પોતાના કો-સ્ટાર જ્હોન અબ્રાહમ સાથે પોઝ આપતી જોવા મળી હતી, અને આ પરંપરાગત સાડી લૂક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Tamannaah Bhatia ની 79 હજારની સાડી
આટલું જ નહીં, તમન્ના ભાટિયા એ પહેરેલી આ સુંદર સાડીની કિંમત 79,500 રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમન્નાના ચાહકો તેને ભારતીય મહિલા અને સુંદરતા તરીકે વખાણતા થાકતા નથી.
આ ઓર્ગેન્ઝા સાડીમાં તે એક અપ્સરાની જેમ લાગી રહી હતી. તમન્નાએ તોરાની બ્રાન્ડની આ હેવી એમ્બ્રોઇડરી કરેલી સાડી ખુબ જ ક્લાસી રીતે કેરી કરી છે.
તમન્ના ભાટિયાના આ દેસી લુકને લઈને ચાહકો સોશિયલ મીડિયા પર ખુબ જ ક્રેઝી થઈ રહ્યા છે. સાડીની કિંમત સાંભળ્યા બાદ ચાહકો કહેવા લાગ્યા છે કે તમન્નાની સ્ટાઈલની કિંમત તો કરોડોમાં છે.
વધુ વાંચો: