52 વર્ષની ઉંમરે Actress છે ‘હુસ્ન કી મલ્લીકા’, બોલ્ડનેસમાં મલાઈકાને પણ..
Actress : બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાની અદભૂત સુંદરતા અને આકર્ષક અંદાજથી ચાહકોના દિલ જીતી લે છે. ફેન્સ હંમેશા તેમના લુક અને સ્ટાઈલને જોવા માટે ઉત્સુક રહે છે.
બોલિવૂડના જાણીતા કોમેડિયન અને અભિનેતા કૃષ્ણા અભિષેક આજના સમયમાં કોઈ પણ ઓળખના મૂહતાજ નથી. તેમણે પોતાની મહેનત અને ટેલેન્ટથી એક અલગ ઓળખ બનાવી છે. તેમની જેમ તેમની પત્ની અને અભિનેત્રી કશ્મીરા શાહ પણ સતત ચર્ચામાં રહે છે.
કશ્મીરાની બોલ્ડનેસનો જલવો
Actress કશ્મીરા શાહ માત્ર 52 વર્ષની છે, પણ તેમ છતાં તે પોતાના બોલ્ડ લુક અને અદાકારીથી ચાહકોને દિવાના બનાવે છે. કશ્મીરાએ પોતાનો એક અલગ ફેનબેસ તૈયાર કર્યો છે. ઉંમર વધતી જાય છે, પરંતુ તેમની ગ્લેમરસ લુક અને હોટ અવતાર લોકોના દિલ જીતી લે છે.
બોલ્ડનેસના મામલામાં આજે Actress કશ્મીરા બોલિવૂડની ટોચની હસીનાઓને પણ ટક્કર આપે છે. 51 વર્ષની મલાઈકા અરોરા અને શ્વેતા તિવારી પણ કશ્મીરાની બોલ્ડનેસની સામે ફીકી પડતી હોય એવું લાગે છે. ખાસ વાત એ છે કે કશ્મીરા માત્ર સુંદર જ નહીં, પણ એક જોડિયા બાળકોની માતા પણ છે.
સરોગસી દ્વારા માતા બન્યા બાદ સુખી લગ્નજીવન
ઉલ્લેખનીય છે કે, કશ્મીરા શાહ વર્ષ 2017માં સરોગસીની મદદથી જોડિયા બાળકોની માતા બની હતી. તેમણે ગર્ભવતી બનવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ના મળતા સરોગસીનો સહારો લીધો. આજે તે પોતાના પરિવાર સાથે ખુશ છે.
કશ્મીરા અને કૃષ્ણાએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. 2005માં “ઔર પપ્પુ પાસ હો ગયા” નામની ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની પહેલી મુલાકાત થઈ હતી. જયપુરમાં ચાલી રહેલા આ શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા અને મિત્રતા થી લઈને પ્રેમી સુધીની સફર એકસાથે પૂરી કરી.
કશ્મીરાનું કરિયર અને પહેલી ફિલ્મ
કશ્મીરાએ વર્ષ 1996માં એક આઈટમ સોંગ દ્વારા તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ, તેમણે બોલિવૂડમાં પણ પોતાનું નામ કમાવ્યું. આજે પણ તે અપનિ બોલ્ડ અદા અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે.
વધુ વાંચો: