દીકરીનો 3 તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો અને પરિવારે માનતા રાખી, પછી મોગલ માતાએ કર્યો ચમત્કાર…
દોસ્તો આ ઘોર કળિયુગમાં પણ મોગલ માતાના પરચા અપરંપાર છે. જો કોઈ વ્યક્તિ માતાજી પર પૂરી આસ્થા અને વિશ્વાસ રાખીને કોઈપણ કાર્ય શરૂ કરે છે તો તેનું અશક્ય કાર્ય પણ શક્ય બની જતું હોય છે. આ જ ક્રમમાં જો આપણે કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં મોગલ માતાના પરચા વિશે વાત કરીએ તો ત્યાં આવતા હજારો ભક્તોએ પોતાના દુઃખો દૂર કર્યા છે અને માતાજીના પરચા જોયા છે.
વળી આ બધા જ લોકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા પણ પ્રાપ્ત કરી છે. માતાજીના મંદિરમાં બિરાજમાન મણીધર બાપા અવારનવાર પોતાના ભક્તો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે, એમ કહીને પોતાના ભક્તોના રસમાં આનંદ ફેરવતા હોય છે.
વળી ભક્તો પણ મણીધર બાપાના આદેશનું પાલન કરીને શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. આ જ ક્રમમાં તાજેતરમાં એક પરિવારની મનોકામના પૂર્ણ થવા પર તે પોતાની માનતા રાખવા માટે કબરાઉ ધામા આવ્યા હતા. આ દરમિયાન પરિવારના લોકોએ કહ્યું હતું કે મારી દીકરીનો ત્રણ તોલાનો હાર ખોવાઈ ગયો હતો અને સાથે સાથે દીકરીની સોનાની વીંટી પણ ખોવાઈ ગઈ હતી.
આ દરમિયાન પરિવારે માતા મોગલ ને યાદ કરીને માનતા રાખી હતી અને કહ્યું હતું કે તમારો હાર મળી જશે અને જો તેમની મનોકામના પૂરી થશે તો તેઓ 5001 રૂપિયા મંદિરે આવીને મૂકી જશે અને મોગલ માતાના દર્શન કરીશું, જેના પછી તેમની માનતા પૂરી થવા પર પરિવાર ખુશ ખુશાલ થઈ ગયો હતો અને માતાજીના દરબારમાં દર્શન કરવા માટે પહોંચ્યો હતો.
તેઓએ માતાજીના મંદિરમાં આવીને આ પૈસા અર્પણ કર્યા હતા. જોકે આ દરમિયાન મણીધર બાપા એક રૂપિયો તેમાં ઉમેરીને આ પૈસા પરત આપી દીધા હતા અને કહ્યું હતું કે માતાજી એ તમારી મનોકામના 51 વખત સ્વીકારી લીધી છે.