Virat Kohli અને અનુષ્કાએ પ્રેમાનંદ બાબાના દરબારમા શું માગ્યું? જુઓ..
Virat Kohli : છેલ્લા થોડાક વર્ષોમાં સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઘણી ધાર્મિક યાત્રાઓ કરી છે. તેઓ પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને મળવાથી લઈને નીમ કરોળી બાબાના કૈંચી ધામ સુધી ગયા છે.
હવે ફરીવાર આ કપલે સંત પ્રેમાનંદ મહારાજના દરબારમાં હાજરી આપી છે. Virat Kohli પત્ની અનુષ્કા અને બંને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. આ મુલાકાત દરમિયાન વિરાટ અને અનુષ્કાએ મહારાજને દંડવત પ્રણામ કર્યું અને તેમની પાસે પ્રેમ અને ભક્તિ માટે પ્રાર્થના કરી.
“મને બસ પ્રેમ અને ભક્તિ જ આપો”
વિરાટ કોહલી અને અનુષ્કાએ આ મુલાકાત દરમિયાન પ્રેમાનંદ મહારાજની તબિયત વિશે પૂછ્યું. અનુષ્કાએ કહ્યું, “છેલ્લી વખતે જ્યારે અમે આવ્યા હતા ત્યારે મારા મનમાં કેટલાક પ્રશ્નો હતા, જે હું તમને પૂછવા માગતી હતી.
View this post on Instagram
પરંતુ ત્યાં હાજર બધા લોકોએ તમને એક જેવા પ્રશ્નો પૂછ્યા અને મારા પ્રશ્નો તેમના દ્વારા જ જવાબ પામી ગયા. તમે મને કોઈ જ દોલત કે સમૃદ્ધિ ન આપો, મને બસ પ્રેમ અને ભક્તિ જ આપો.”
પ્રેમાનંદ મહારાજે આશીર્વાદ આપ્યા
પ્રેમાનંદ મહારાજે વિરાટ અને અનુષ્કાને પોતાના આશીર્વાદથી નવાજ્યા અને તેમની ભક્તિની પ્રશંસા કરી. મહારાજે જણાવ્યું કે, “સાંસારિક કીર્તિ અને લોકપ્રિયતા મેળવ્યા પછી ભક્તિ તરફ વળવું ખૂબ જ મુશ્કેલ છે. પણ તમે બંને બહાદુર છો. તમારું જીવન ભક્તિથી પવિત્ર બનશે.” મહારાજે બંનેને નામ જપ કરવા અને ખુશીથી જીવવા માટે પ્રેરણા આપી.
ભક્તિથી ઉપર કંઈ નથી
પ્રેમાનંદ મહારાજે Virat Kohli અને અનુષ્કાની જીવનશૈલીની પ્રશંસા કરી અને કહ્યું કે જીવનમાં ભક્તિથી ઊંચું કશું જ નથી. “પ્રેમથી જીવો, ખુશીથી જીવો અને નામ જપ કરવાથી તમારું જીવન ધન્ય બની રહેશે.”