અદિતિ રાવ હૈદરીએ  કર્યા ગુપચુપ લગ્ન!!

હાલમાં જે સમાચાર સામે આવ્યા છે તે જાણીને તમને ખુબ જ આનંદ થશે. જે સમાચાર એ છે કે સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી એ ચોરી છુપીથી લગ્ન કરી લીધા છે.

અદિતિ રાવ હૈદરીએ તેના બોવ જુના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે સાત ફેરા લીધા અને લગ્ન સંપન્ન કર્યા. તેલંગાણાના રંગનાથ સ્વામી મંદિરમાં અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે પતિ-પત્ની બન્યા.

સિદ્ધાર્થ અને Aditi Rao Hydari એ 2021 માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’ માં સાથે કામ પણ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

સોશિયલ મીડિયાના સમાચારોમાં એવું સામે આવ્યું છે કે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તમિલનાડુના પૂજારીઓને બોલાવીને લગ્ન કર્યા હતા.

અદિતિ રાવ હૈદરીના નાના વાનપર્થી સંસ્થાનમના છેલ્લા પ્રમુખ હતા. વધુમાં, મ કહેવામાં આવે છે કે, તે શાહી પરિવારની એક દીકરી છે.

આ ગુપ્ત લગ્ન ખુબ જ ઉતાવળમાં થયા છે. બંને એકબીજાના બંધનમાં બંધાઈ ગયા છે. અને લોકો સોશિયલ મીડિયાના લોકો તેમના લગ્નની ખુશખબરીથી ખુબ જ ઉત્સાહ માં આવી ગયા છે.

અદિતિ રાવ હૈદરીના આ બીજા લગ્ન છે. એ પહેલા એના એક વાર છૂટાછેડા થઈ ચુક્યા છે. 20 ફેબ્રુઆરી 2002 ના રોજ, અદિતિ રાવ હૈદરી એ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા.