જયા બચ્ચનની દીકરી સાથે લડાઈ

દીકરાઓની પરવરીશ 

અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનની સલામતી તે અને તેમના પતિ અમિતાભ બચ્ચન માટે અત્યંત મહત્વની હતી

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દર અઠવાડિયે વોટ ધ હેલ નવ્યાનો એક એપિસોડ પોડકાસ્ટ કરે છે.

અનુભવ અને ઉંમરની વાત કરતાં જયા બચ્ચન અને નવ્યાની શ્વેતા બચ્ચન સાથે અનબન થઈ જાય છે. નવ્યા નંદાએ પણ આ એપિસોડનું પ્રમોશન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

સોશિયલ મીડિયા પર “વોટ ધ હેલ નવ્યા સીઝન 2” નું પ્રમોશન કરતી વખતે નવ્યા નંદાએ એક પ્રશ્ન ઉઠાવ્યો – ઉંમર અને અનુભવ?

વીડિયોમાં નવ્યા તેની માતા અને દાદીને પૂછે છે કે શું વધુ ભૂલો કરવાથી વ્યક્તિને જીવનમાં વધુ અનુભવ મળે છે? તેના જવાબમાં શ્વેતાએ કહ્યું, “મને લાગે છે કે બાળક માટે સૌથી સારી બાબત એ છે કે તમે તેને પોતાની ભૂલો કરવા દો.

“વોટ ધ હેલ નવ્યા સીઝન 2” માં, નવ્યા અને જયા બચ્ચન સાથે મળીને શ્વેતાને ખૂબ જ પરેશાન કરી નાખી.

શ્વેતા બચ્ચને આગળ કહ્યું, “મને લાગે છે કે યુવાનો વાસ્તવમાં ફરીને કહી શકે છે, “અહીં તમે લોકોએ ભૂલ કરી છે અથવા તમે જે કર્યું તે અમને પસંદ નથી.”