રણબીર કપૂરે ચોરી કર્યા મમ્મીના ઘરેણાં 

કપિલ શર્માનો નવો શૉ 

કપિલનો નવો કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવવાનો છે. આતુરતાથી આની રાહ જોઈ રહ્યા છીએ

'શો' ના પહેલા મહેમાન 

કપિલના શોના પહેલા ગેસ્ટ રણબીર અને નીતુ કપૂર છે. નેટફ્લિક્સે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની ઝલક શેર કરી

રણબીર કપૂર-નીતુ કપૂર

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના પ્રોમોમાં રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપિલ સાથે હસતા અને મજાક કરતા જોવા મળે છે.

કપિલનો સવાલ 

વાતચીત દરમિયાન કપિલ રણબીરને પૂછે છે કે શું તે તેની ગર્લફ્રેન્ડને રિદ્ધિમાના કપડા ગિફ્ટ કરતો હતો?

રણબીરનો જવાબ 

રણબીર કપડા ગિફ્ટ કરતો હોવાની વાત સ્વીકારતા તે વધુમાં કહે છે કે તે તેની માતા નીતુના ઘરેણાં ચોરીને તેને ભેટમાં આપતો હતો.

અમારા જમાનામાં.. 

કપિલના શોમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કહે છે, "અમારી પેઢી સૌથી વધુ મસ્તી કરતી હતી"

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' 30 માર્ચથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. આ શોમાં તમને ફરી એકવાર કપિલ અને સુનીલ ગ્રોવરની દમદાર જોડી જોવા મળશે.