સૈફ અલી ખાન ત્રીજીવાર બન્યો વરરાજો

ત્રીજા લગ્નઃ 

સૈફ અલી ખાન ગઈ કાલે વરરાજાના કપડાંમાં નજર આવ્યો. સૈફનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બધી જ જગ્યા એ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સૈફ અલી ખાન એ ક્રીમ રંગની શેરવાની પહેરી હતી અને માથા પર લાલ કલરનો સાફો બાંધ્યો હતો. પાઘડીમાં સફેદ પીછા પણ છે.

સૈફ અલી ખાનનો આ લુક કોઈ રાજાથી ઓછો નહોતો લાગતો. આ રોયલ લૂકમાં સૈફ ખૂબ જ સારો લાગી રહ્યો હતો. લોકોએ સૈફ અલી ખાનના લૂકના ખૂબ વખાણ કર્યા.

વીડિયોમાં પેપરાજી સૈફ અલી ખાનને પૂછતા પણ જોવા મળે છે કે, સર, તમે ક્યાં જઈ રહ્યા છો? પરંતુ સૈફ પેપરાજી સામે હસતાં હસતાં કાંઈ પણ જવાબ આપ્યા વિના ત્યાંથી જતા રહે છે.

“છોટે નવાબ” સૈફ અલી ખાને “હમ સાથ સાથ હૈ”, “કલ હો ના હો”, “રેસ”, “ગો ગોવા ગોન” અને “હમ તુમ” જેવી મોટી ફિલ્મોમાં કામ કરનાર સૈફ અલી ખાન ખુબ જ શાહી જીવન જીવે છે.

મોટી ફિલ્મોમાં કામ કરીને સૈફએ બોલીવડમાં મોટું નામ કમાયું છે. તેઓ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને પટૌડી પરિવારના દસમા નવાબ છે.

સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10માં નવાબ છે. સૈફ અલી ખાનની કુલ સંપત્તિ 15 કરોડ ડોલર એટલે કે અંદાજે 1,120 કરોડ રૂપિયા છે.