Govinda ને ગોળી કેમ વાગી? 24 કલાક પછી પત્નીએ પોતે કર્યો ખુલાસો
Govinda : ગોવિંદા સાથે બનેલી ઘટનામાં તે પોતાના પગમાં ગોળી વાગવાની વાત છે. હવે ગોવિંદા સારવાર હેઠળ છે, પરંતુ હાલ તેની તબિયત સારી છે અને તેને બુધવારે નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.
ગોવિંદા ની પત્ની સુનિતા આહુજાનું કહેવું છે કે, ડોક્ટરો તેને 2 થી 3 દિવસમાં ઘરે જવાની પરવાનગી આપશે, પરંતુ 3-4 અઠવાડિયા આરામ કરવો પડશે.
આ મામલે પોલીસ ગોવિંદાના પરિવાર સાથે વાતચીત કરી રહી છે, જેમાં તેમની દીકરીનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. પણ, પોલીસને ગોવિંદાએ આપેલા નિવેદનથી સંતોષ થયો નથી.
પોલીસને ગોવિંદાની જણાવેલી થિયરી વિરુદ્ધ લાગી રહી છે. પોલીસનું કહેવું છે કે જો રિવોલ્વર પડીને ફાયરિંગ થયું હોત, તો ગોળી જમીન તરફ જતી, પરંતુ ગોળી સીધી ઘૂંટણમાં કેવી રીતે વાગી? પોલીસને એવું લાગે છે કે, કદાચ રિવોલ્વર હાથમાં હોવાથી ફાયરિંગ થયું હશે. જો આ ખરું છે, તો શું ગોવિંદા કંઈક છુપાવી રહ્યો છે?
જ્યારે ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેનું પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ હવે તેના છેલ્લાં નિવેદનની રાહ જોઈ રહી છે. ગોવિંદાનું સ્વાસ્થ્ય સુધરશે ત્યારે પોલીસ તેને ફરીથી પૂછપરછ કરશે.
View this post on Instagram
પોલીસે ઉકેલવાના કેટલાક સવાલો બાકી છે. જો ગોવિંદા રિવોલ્વરને ઘરમાં છોડીને બહાર જવાના હતા, તો તે લોડેડ કેમ હતી? ગોળીઓ કાઢીને કેમ ન રાખી? આ તમામ સવાલોની જવાબદારી બેલેસ્ટિક રિપોર્ટ અને પંચનામાથી ઉકેલવાની છે.