ધનશ્રીને છોડીને Yuzvendra Chahal પડ્યો અન્ય હસીનાના પ્રેમમાં?
Yuzvendra Chahal : ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ છેલ્લા થોડા દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલો પ્રમાણે, ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, અને તેઓ ડિવોર્સ લેવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે.
ઇન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા પછી આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. હાલમાં, Yuzvendra Chahal નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈની એક હોટલમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળે છે.
આ વીડિયોમાં ચહલ વ્હાઈટ ઓવરસાઈઝ ટી-શર્ટ અને લાઈટ બ્લુ બેગી જીન્સમાં દેખાય છે, જ્યારે તેની સાથેની યુવતી ઘેરા લીલા રંગની ઓવરસાઈઝ સ્વેટશર્ટમાં જોવા મળે છે.
View this post on Instagram
આ યુવતી વિશે હાલ કોઈ માહિતી પ્રાપ્ત નથી. ચહલ કેમેરાથી બચતો જોવા મળ્યો હતો, જેના કારણે આ ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે.
યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની વાતચીત ત્યારે શરૂ થઈ, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ધનશ્રીએ ચહલના સરનેમને હટાવ્યું હતું. 2022માં પણ તેમના સંબંધોમાં તણાવના સંકેત મળ્યા હતા. તે સમયે પણ બંને વચ્ચેના તણાવ અંગે અહેવાલો આવ્યા હતા.
યુજવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં ગુરુગ્રામમાં મુંબઇ સ્થિત ડેન્ટિસ્ટ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમની પ્રેમકથા ધનશ્રીના ઓનલાઈન ડાન્સ ક્લાસ દરમિયાન શરૂ થઈ હતી, જ્યાં બંને વચ્ચે એક મજબૂત સંબંધ રચાયો. અંતે, તેઓએ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા.
વધુ વાંચો: