google-site-verification: googlec8654436f05b508b.html

Yuzvendra Chahal ધનશ્રીથી અલગ થયા પછી RJ મહવશને કરી રહ્યો છે ડેટ? તસવીરો થઇ વાયરલ…..

Yuzvendra Chahal ધનશ્રીથી અલગ થયા પછી RJ મહવશને કરી રહ્યો છે ડેટ? તસવીરો થઇ વાયરલ…..

Yuzvendra Chahal: યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે ચહલની એક મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. એક વીડિયોમાં ચહલને મુંબઈની એક હોટલમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા હતા. ચહલની આ મિસ્ટ્રી ગર્લ વિશે આશંકા છે કે તે લોકપ્રિય આરજે મહવશ છે.

આરજે મહવશે થોડા દિવસો પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ક્રિસમસ લંચની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં ચહલ અને તેમના કેટલાક મિત્રો પણ દેખાયા હતા. આ તસવીરોના કેપ્શનમાં મહવશે ચહલને પરિવાર ગણાવતાં લખ્યું હતું, “ક્રિસમસ લંચ પરિવાર સાથે.” જો કે, આ પોસ્ટના કોમેન્ટ સેક્શનને મહવશે બંધ રાખ્યું છે.

Yuzvendra Chahal
Yuzvendra Chahal

નેટીઝન્સ આ તસવીરોને જોઈને ચાહે છે કે ચહલની સાથે જે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી, તે મહવશ છે કે નહીં. ધનશ્રી અને ચહલના છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે મનોરંજન પોર્ટલ્સે દાવો કર્યો હતો કે ચહલ હોટલમાં તેની સાથે ચહેરો છૂપાવતો જોવા મળ્યો હતો.

આ દરમિયાન મહવશે આ અફવાઓ પર સ્પષ્ટતા આપતા ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “આ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. જો તમે કોઈ સાથે જોવા મળો, તો તેનો અર્થ એ નથી કે તમે તેને ડેટ કરી રહ્યા છો. હું મારા મિત્ર સાથે શાંતિથી સમય વિતાવતી હતી, પરંતુ હવે હું મારા નામનો દુરુપયોગ ન થાય તે માટે બોલી રહી છું.”

Yuzvendra Chahal
Yuzvendra Chahal

મહવશ એક જાણીતી આરજે છે અને અભિનય ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે.  ‘સેક્શન 108’ નામની ફિલ્મ નિર્માણ કરી છે અને ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમના શોમાં જોવા મળશે.

Yuzvendra Chahal
Yuzvendra Chahal

ધનશ્રી અને ચહલના છૂટાછેડા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દેતાં આ ચર્ચાઓ વધુ તીવ્ર થઈ છે. ચહલની ધનશ્રી સાથેની તમામ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડિલીટ કરવામાં આવી છે, જ્યારે ધનશ્રીએ ચહલ સાથેની તસવીરો હજી ડિલીટ કરી નથી.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *